અભિનેત્રીના ઘરે દારૂની મહેફીલ માણતા અમદાવાદ શહેર ભાજપ નેતા ઝડપાયા

ભાજપ મહામંત્રી મિતેશ રબારી સહિત 3 ઝડપાયા, અભિનેત્રી પણ ધરપકડ

વડોદરામાં ગુજરાતી અભિનેત્રીના ઘરે દારૂની મહેફિલ માણતા અમદાવાદ શહેર ભાજપ મહામંત્રી મિતેશ રબારી સહિત 3 ઝડપાયા, ગુજરાતી અભિનેત્રી પણ ધરપકડ કરાઈ, પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારુબંધી હોવા છતા ગુજરાતમાં દારુની રેલમછેલ જોવા મળે છે. તેની એક તાજુ ઉદાહરણ સામે આવ્યું છે. વડોદરામાં ગુજરાતી અભિનેત્રી પાયલ રાજપુતના ઘરે જન્મ દિવસની ઉજવણી દરમિયાન દારુની મહેફીલ માણતા કેટલાક શખ્સો ઝડપાયા હતા. જેમાં મિતેશ રબારી પણ ઝડપાયો હતો.

પોલીસ તપાસમાં મિતેશ રબારી અમદાવાદ શહેર ભાજપ મહામંત્રઈ નિકળ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસે દારૂની મહેફીલની વ્યવસ્થા કરી આપનાર મકાનમાં રહેતી અભિનેત્રીની પણ ધરપકડ કરવામાં આવી છે.

મહત્વનું છે કે પાયલ રાજપૂતના જન્મ દિવસને ઉજવવા માટે 3 ઈસમો વડોદરા આવ્યા હતા અને ગુજરાતી ફિલ્મ-એક્ટ્રેસના ઘરે ડવડેક એપાર્ટમેન્ટમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયા હતા. જેમાં મિતેશ રબારી અમદાવાદ શહેર ભાજપ મંત્રી નીકળ્યો છે, આ દારુ પાર્ટી નવી ફિલ્મને લઈને પાર્ટી યોજાઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે. પકડાયેલા આરોપીઓ પૌકી મિતેશ રબારી ભાજપનો કાર્યકર અને ફિલ્મ પ્રોડ્યુસર હોવાનો મનાઈ રહ્યું છે.

 127 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી