કોરોના વોરિયર્સ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરતી અમદાવાદ શહેર ઓઢવ પોલીસ

શહેર પોલિસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત ઉચ્ચ પોલિસ અધિકારીઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી

અમદાવાદના ઓઢવના પર્યાવરણ મંદિર ખાતે શહેર પોલીસ દ્વારા કોરોના વોરિયર્સ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. શહેર પોલિસ કમિશ્ર્નર સંજય શ્રીવાસ્તવ સાથે સંયુક્ત પોલિસ કમિશ્નર તેમજ સેકટર-૨ અને દરેક ઝોનના DCP અને ACP સાથે પોલિસ ઈન્સપેકટરઓ તેમજ પોલીસ સબ ઈન્સપેકટર સાથે પોલીસ બેડાના જવાનો તેમજ પરિજનો હાજર રહ્યા હતા.

ઝોન- ૫ ના DCP અચલ ત્યાગી સાહેબની સંવેદનશીલતા અને પોલીસ પરિવારો પત્યેની જવાબદારીના ભાગરુપે અને પોલિસ સંભારણાના વિશેષ દિવસને યાદ રાખીને શહેર પોલીસની ટીમને એકસાથે રાખીને અનોખી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

શહેર પોલિસ કમિશ્ર્નરની સાથે ઉચ્ચ પોલિસ અધિકારીઓએ કોરોનાના સંક્રમણમા ફરજ પર જીવ ગુમાવનાર પોલિસ અધિકારીઓ અને પોલિસ જવાનોને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા

તો પોલિસ પરિવારના દીકરા દીકરી ઓને SSC-HSCમા ઝળહળતી સફળતા પાપ્ત કરતા શહેર પોલીસ કમિશ્ર્નર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓના હસ્તે સન્માનપત્ર અર્પણ કરાયા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક સતત બીજા વર્ષે કોરોનાના કપરા કાળમા ઝોન-૫ DCP અચલ ત્યાગી સાહેબએ કર્યુ હતું અને પોલિસ કમિશ્ર્નર સાહેબને પોલિસ બેન્ડના સુરો સાથે સલામી આપી હતી.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી