અમદાવાદ : અરૂણ જેટલીની અંતિમયાત્રામાં જોડાશે સી.એમ. રૂપાણી

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીનું નિધન થતાં ગુજરાતના રાજકીય વર્તુળોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અરૂણ જેટલીના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમના નિધનથી ભાજપે સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું છે.

મુખ્યમંત્રી અરૂણ જેટલીજીના અંતિમ દર્શન અને અંત્યેષ્ટીમાં ઉપસ્થિત રહેવા માટે આવતીકાલે સવારે નવી દિલ્હી જશે. મુખ્યમંત્રી 25 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે ભાજપના હેડ ક્વાર્ટર ખાતે સ્વર્ગસ્થ જેટલીજીના અંતિમ દર્શન કરી ભાવાંજલિ અર્પણ કરશે, ત્યાર બાદ તેમની અંતિમ યાત્રામાં પણ જોડાશે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી