September 26, 2020
September 26, 2020

અમદાવાદ : વ્યાજની રકમ ચૂકવી હોવા છતાં ત્રણ ઘણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે ફરિયાદ

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસના કારણે વેપારીએ 12માં માળેથી ઝંપલાવીને આત્મહત્યા કર્યાની ઘટનાની હજી તો શાહી પણ સુકાઇ નથી. ત્યાં બીજી તરફ સોલા વિસ્તારમાં એક કોન્ટ્રાકટરે દોઢ લાખ રૂપિયા માસિક 10 ટકા વ્યાજે એક વર્ષ માટે લીધા હતા. તે તમામ પૈસા વ્યાજ સહિત ચુકવી દીધા હતા. જ્યાં સુધી કોન્ટ્રાકટરે પૈસા પરત આપ્યા નહોતા ત્યાં સુધી વ્યાજખોરને કાર પણ આપી હતી. તે કાર પણ વ્યાજખોરે પરત કરી દીધી હતી. છતાં પેનલ્ટી ના 3.50 લાખ રૂપિયા લેવાના બાકી હોવાનુ કહીને કોનટ્રાકટર અને તેની પત્નિને વ્યાજખોરોએ જીવવુ ઝેર બનાવી દીધુ હતુ. ભાડુતી ગુંડાઓ લઇ જઇને લાકડીઓ વડે મારવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ભોગ બનનાર કોન્ટ્રાકરે વ્યાજખોર વિરુધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ શહેરમાં વ્યાજખોરોએને પોલીસનો ખોંફ રહ્યોના હોય તેમ તેમની દાદાગીરી બેફામ વધી ગઇ છે. વ્યાજના વિષચક્રમાં અનેક પરિવારોનો ભોગ લેવાયો છે. ત્યાં ફરી એકવાર વ્યાજખોરોની ગુંડાગર્દી સામે આવી છે.

ઘટનાની વિગત મુજબ, શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ પ્રસ્થાન બંગ્લોઝમાં રહેતા કોન્ટ્રાક્ટર દીપક ભાઇ ડાહ્યાભાઇ પટેલની પત્ની હીરલબેનએ આશરે દોઢ લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે અજય ભાઇ ધરમશી રબારી પાસેથી લીધા હતા. અને હીરલબેને તેમના પાડાશી પ્રકાશ પટેલને જરૂર હોવાથી અપાવ્યા હતા. જો કે હીરલ બેને એક વર્ષ પછી વ્યાજ સહિત પૈસા પરત આપી દીધા હતા. તેમજ છતાં વ્યાજખોર અજય રબારી પૈસા બાકી હોવાનું કહી વાંરવાર હેરાન પરેશાન કરતો હતો. એટલું જ નહીં સાડા ત્રણ લાખ પેલન્ટી લેવાની બાકી છે તેમ કહી અવાર નવાર ધમકી આપતો હતો. જો કે આ બાબતે તંગ આવી હીરલબેનના પતિએ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.

 74 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર