અમદાવાદ કોર્પોરેશને પણ ઇંડાની લારી પર લગાવ્યો પ્રતિબંધ

શહેરના મુખ્યમાર્ગ તેમજ ધાર્મિક સ્થાન પાસે નોનવેજની લારીઓ ઉભી નહિ રખાય

ઈંડા અને નોનવેજની લારીઓ અંગે મોટો નિર્ણય લેવાયો છે. શહેરના મુખ્યમાર્ગ તેમજ ધાર્મિક સ્થાન પાસે નોનવેજની લારીઓ ઉભી નહિ રાખવા નિર્ણય લેવાયો છે. સ્કૂલ કોલેજ, કમ્યુનિટી હોલ  પાસે ઈંડા અને  નોનવેજની લારીઓ નહિ ઊભી રાખવા નિર્ણય લેવાયો છે. ટી પી કમિટીમાં નિર્ણય લેવાયો છે.

અનેક મહાનગર પાલિકાઓ બાદ હવે આખરે ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે. 

આજથી બદલાયેલા નિયમ મુજબ જાહેરમાં નોનવેજ ઢાંકીને વેચવું પડશે. હાલમાં નોનવેજ અને આમલેટની લારી બંધ નહિ કરાવાય. પરંતુ જાહેરમાં નોનવેજ વેચતા લારી ધારકોને કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. તેઓ હવે નોનવેજ ઢાંકીને વેચી શકશે. આ ઉપરાંત જાહેરમાં લારી નહી લગાવી શકે. લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી પર હાઇજેનિક સ્થિતિ જાળવવી પડશે. પાલિકાના અધિકારીઓ રોડ રસ્તા પર લાગતી લારીઓનું સર્વે કરશે. બાદમાં મેયરની અધ્યક્ષતામાં બેઠક કર્યા બાદ નિર્ણય લેશે.

રાજ્યના ચાર શહેરોમાં જાહેર સ્થળો પર ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સૌ પ્રથમ રાજકોટ મેયરે શહેરના જાહેર સ્થળો પર નોનવેજની લારીઓ હટાવવા માટેના આદેશ કર્યા હતા. ત્યારબાદ એક પછી એક મોટા શહેરોની મનપા પણ આ પ્રકારના નિર્ણયો લેવા માંડી છે. રાજકોટ બાદ વડોદરાના મેયરે પણ શહેરમાં જાહેર સ્થળો પર ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ જૂનાગઢ મહાનગર પાલિકા અને ભાવનગર નગરપાલિકાએ પણ હવે શહેરમાં જાહેર સ્થળો પર ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. રસ્તા પરથી હવે નોનવેજની લારીઓને દુર કરવામાં આવશે. જો કે આવી જ નોનવેજની લારીઓને કોઈ એક સ્થળે જ રાખવા માટેની પણ વ્યવસ્થા મહાનગર પાલિકાઓ કરી રહી છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી