September 23, 2020
September 23, 2020

અમદાવાદ : દુર્ઘટના બાદ શ્રેય હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવાયું, સંચાલકની અટકાયત

મોડી રાતે દર્દીના સંપર્કમાં આવેલા 35 ફાયરના જવાનોને સેલ્ફ ક્વોરંટીન કરાયા

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. જ્યારે અન્ય 41 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા છે.

દુર્ઘટના બાદ હોસ્પિટલ સામે FIR નોંધાઇ છે. તો બીજી તરફ હોસ્પિટલના સંસાચક ભરત મહંતની ધરપકડ કરવામાં આવી છે. સેક્ટર-1 જેસીપી આર વી અસારીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આગ લાગવા મામલે અત્યારે એડી દાખલ કરી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે. જે પણ ઘટનામાં તથ્ય સામે આવશે તેના આધારે તપાસ કરી ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે હોસ્પિટલની બેદરકારી હતી કે કેમ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી હોસ્પિટલ તરફથી માહિતી આપવામાં આવી છે કે નથી આવી અને મૃતકોના પરિવારજનોને જવાબ આપવામાં નથી આવ્યા તે અંગે અમે તપાસ કરીશું.

ફાયર વિભાગના એડિશનલ ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ સહિત 35 જેટલા ફાયરના જવાનો અને 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ તમામ જવાનો હાલમાં સેલ્ફ ક્વોરંટીન થઈ ગયા છે. ફાયર વિભાગનું કહેવું છે કે, અમે દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હતા. જ્યારે હોસ્પિટલમાંથી જે 41 દર્દીઓને અત્યાર એસવીપી હોસ્પિટલને ખસેડવામાં આવ્યા છે. હાલમાં આખી શ્રેય હોસ્પિટલને ખાલી કરી દેવામાં આવી છે.

આ ઘટનામાં શોર્ટ સર્કિટથી હોસ્પિટલમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે AMCએ કોરોનાના દર્દીઓ માટે કોવિડ 19 હોસ્પિટલ રિઝર્વ રાખી હતી. આ ગોજારી ઘટનામાં જે 8 મૃતક દર્દીઓના મોત થયા છે, તેમનું પંચનામુ થશે જે બાદ જ આ લોકોનાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવશે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર