September 22, 2020
September 22, 2020

અમદાવાદ : ગોમતીપુર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે હથિયારો સાથે એક શખ્સની કરી અટકાયત

શહેરમાં હથિયારો વેચવા નીકળેલો એક શખ્સ ઝડપાયો, બે પીસ્ટલ, ચાર કાર્તિઝ મળ્યા

અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોમતીપુર વિસ્તારમાં બાતમીના આધારે ના એક શખ્સની હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં ભાજપાની નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે આવેલા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની હાલ તપાસ ચાલી રહી છે. ત્યારે વધુ એક શખ્સ હથિયાર સાથે ઝડપાતા પોલીસ દોડતી થઈ છે.

મળતી વિગત મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ગોમતીપુરમાં આ શંકાસ્પદ શખ્સની હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચને એક યુવક ગોમતીપુરમાં આવેલી વિક્રમ મિલ પાસેથી હથિયાર લઈને પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. બાતમી બાદ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી શંકાસ્પદ યુવકની અટકાયત કરી હતી. અટકાયત બાદ તપાસ કરતા યુવક પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરી તો તેની પાસેથી બે પીસ્ટલ, ચાર કાર્તિઝ, એક મેગઝીન મળી આવ્યા હતા.

હથિયારો સાથે ઝડપાયેલા યુવકનું નામ સોહેલ ઉર્ફે બાપુડી કાદરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી મૂળ જૂનાગઢનો હોવાનું ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં જણાવ્યું હતું. તેમજ અમદાવાદમાં વેચવા માટે હથિયારો મધ્યપ્રદેશથી લાવ્યો હોવાનું પણ કબૂલાત કરી હતી

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા વધુ વિગતો સામે આવી હતી. આરોપી યુવકે કબૂલાત કરી હતી કે આ હથિયાર તે મધ્યપ્રદેશના છોટુ સરદાર નામના વ્યક્તિ પાસેથી ચારેક માસ પહેલા લાવ્યો હતો. આજે તે ગોમતીપુરમાં વેચવા જવાનો હતો અને તે પહેલા જ પકડાઈ ગયો હતો. 

હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી, હથિયાર કોણ ખરીદવાનું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 85 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર