વાઘના ચામડાની ખાલ સાથે ચાર શખ્સોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા

અઢી કરોડમાં વેચવાની ફિરાકમાં હતા વાઘનું ચામડું

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મૃત વાઘની ખાલ સાથે ચાર આરોપીઓની મ્યુન્સિપલ કોઠા પાસેના વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. વાઘની ચામડી વેચવાના ફિરાકમાં આવેલા શખ્સોને બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા હતા. આરોપીઓ રૂપિયા અઢી કરોડમાં આ મૃત વાઘનું ચામડું વેચવાના હતા. ચાર જેટલા મૃત વાઘનું ચામડું વેચીને કરોડો રૂપિયાની કમાણી કરવાના ફિરાકમાં હતા.

ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એસ જે બલોચે જણાવ્યું હતું કે બાતમી મળી હતી કે, નૈલેશ જાની (રહે. ગોળલીમડા), રણછોડ પ્રજાપતિ (રહે. આસ્ટોડિયા) અને અલ્પેશ ધોળકીયા (રહે. માણેકચોક) એક્ટિવા પર મૃત વાઘની ખાલ વેચવા ફરી રહ્યા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે છટકુ ગોઠવી અને તમામની ગોળલીમડા ખાતેથી ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી મૃત વાઘના ચાર ચામડા મળી આવ્યા હતા. જે બે વર્ષ પહેલા ગુલબાઇ ટેકરા પાસે રહેતા મોહન મોડાભાઇ રાઠોડ પાસેથી ખરીદ્યુ હોવાની કબૂલાત કરી હતી. ત્યાર પોલીસે મોહન રાઠડની ધરપકડ કરી હતી.

મોહન રાઠોડની પૂછપરછમા સામે આવ્યુ કે, તે રવિવારી બજારમાં એન્ટિક વસ્તુનું વેચાણ કરે છે. તેના થકી કર્ણાટકના એક શખ્શ સાથે પરિચય થયો હતો તે ઈસમ આ ચામડુ આપી ગયો હોવાનું જણાવી રહ્યો છે. ઝડપાયેલા તમામ આરોપીઓ અઢી કરોડમાં વાઘનું ચામડું વેચવાના ફિરાકમાં હતો. જો કે તેમના મનસૂબા સાકાર થાય તે પહેલા પોલીસે ચારેયને દબોચી જેલ હવાલે કરી દીધા..

 29 ,  2