અમદાવાદ : ક્રાઇમ બ્રાંચે ચોરીની ઘટનાને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગના ચાર તસ્કરોને દબોચી લીધા

ગેંગના સભ્યો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ચોરીની ઘટનાને આપતા હતા અંજામ

અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાંચને વધુ એક મોટી સફળતા મળી છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગના ચાર સભ્યોને દબોચી લીધા છે. ધરપકડ બાદ ચોરી કરતી ગેંગે વધુ 50 ગુનાઓની કબૂલાત કરી છે. હાલ આ મામલે પોલીસે ચારેયની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આંતર રાજ્ય ચોરી કરતા ગેંગના ચાર લોકોને ઝડપી પાડ્યા છે. આ સાથે જ 50થી વધુ ગુનાઓનો ભેદ પણ ઉકેલી નાખ્યા છે. આ ગેંગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. ગેંગમાં સામેલ શંકર નાયડુ, નાગરાજ નાયડુ, સંતોષ નાયડુ અને દિનેશ નાયડુની ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલા તમામ તસ્કરો મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી ધીરજ અને મેહુલભાઈને આ અંગે બાતમી મળી હતી. બાતમીને આધારે તમામ લોકોને કાલુપુર રેલવે સ્ટેશનની સામેથી પકડી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરી કરવાના સાધનો અને મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ગેંગના લોકો મેલું અથવા ગંદુ નાખીને કોઈપણ વ્યક્તિની નજર ચૂકવીને ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ગેંગ કોઈ પણ કાર પાર્ક કરેલી હોય તેની તેની આજુબાજુ રેકી કરતા હતા અને કારનો કાચ તોડી તેમાંથી સમાનની ચોરી કરી લેતા હતા. સાથે સાથ ગાડી આગળ ઓઇલ ઢોળીને કાર ચાલકને કહેતા હતા કે તમારા ગાડીમાંથી ઓઈલ ટપકે છે. આવું કહીને ગાડીના ડ્રાઇવરની નજર ચૂકવીને ચોરી કરી લેતા હતા. આ ઉપરાંત 10-10 રૂપિયાની નોટો નાખીને કાર ચાલકનું ધ્યાન ભટકાવી કારમાંથી ચોરી કરી લેતા હોવાનું સામે આવ્યું છે.

આ ગેંગને નાયડુ અને તૈલી ગેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગેંગના તમામ લોકો પહેલા પકડાઈ ચુક્યા છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસની તપાસમાં આ લોકોએ 41 ગુનાઓની કબૂલાત કરી છે. અલગ અલગ 15 પોલીસ સ્ટેશનમાં આ ગેંગ સામે ગુના દાખલ થયા છે

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર