અમદાવાદ : ઓનલાઇન શોપિંગ કૌભાંડ, બે ગઠીયાઓ ઝડપાયા

ઓનલાઈન ઓર્ડરની બારોબાર ડિલિવરી મેળવીને છેતરપિંડી આચરતા

અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગ કૌભાંડનો પર્દાફાશ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી લાખો લોકોના થયેલા ડેટા લીક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલા બન્ને આરોપીઓ ઓનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લેતા હતા.

ધરપકડ કરાયેલા ગૌતમ ઉર્ફે પૃથ્વી બારડ અને નિલેશ બાબરીયા બંને આરોપીઓએ ટેલિગ્રામમાંથી તમામ લોકોના ડેટા મેળવી એકાઉન્ટ હેક કરી છેતરપીંડી કરતા. ફ્લિપકાર્ટ, મંત્રા,બ્રાન્ડ ફેક્ટરી, ટાટા ક્લિક જેવી બીજી વેબસાઈટ ના ગ્રાહકોના ઑનલાઇન ડિલિવરી કરેલા ઓર્ડરને હેક કરીને સરનામું બદલી કોઈપણ રીતે મેળવી લેતા હતા. બનેં આરોપીઓ એ ટેલીગ્રામમાંથી આ તમામ ડેટા મેળવી ભોગ બનનારના યુઝર દ્વારા તેને હેક કરી આ સમગ્ર કૌભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ હેકિંગ કરવા માટે પ્રોક્ષી આઇ પી એડ્રેસનો ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આરોપીઓએ આ સિવાય OTT પ્લેટફોર્મનાં પણ ડેટા હેક કરી વગર ખર્ચે ઓનલાઈન પ્લેટફોર્મનો લાભ લેતા હતા.તપાસ માં સામે આવ્યું છે કે આરોપીઓ ટેલીગ્રામ એપ્લિકેશન પરથી એક હેકિંગ ટૂલ ડાઉનલોડ કરતા હતા અને તેના આધારે ગ્રાહકો ના આઇ પી બ્લોક ના થાય ધ્યાન રાખીને કૌભાંડ કરતા હતા. સાયબર ક્રાઇમે દેશ ભરમાં 20 લાખ યુઝર ના ડેટા લીક થયા હોવાનું કહ્યું.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી