September 27, 2020
September 27, 2020

અમદાવાદ : ચોરીની ઘટનાને અંજામ આપતા જય-વીરુની આખરે દરિયાપુર પોલીસે કરી ધરપકડ

ગુનાની દુનિયામાં જય-વીરુ નામે ઓળખાતા બે કુખ્યાત ચોરોની ધરપકડ, 15 વર્ષથી ચોરીની ઘટનાઓને આપતા અંજામ

અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોરીની ઘટનાને અંજામ આપતા જય-વીરુ નામના બે કુખ્યાત ચોરોને આખરે દરિયાપુર પોલીસે ઝડપી પાડે છે. બન્ને ચોરોએ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં આતંક મચાવ્યો હતો. એટલું જ નહીં મોજશોખ માટે છેલ્લા 15 વર્ષથી ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતા. હાલ બંને ચોરો જય-વીરુ જેલના સળિયા ગણતા થઈ ગયા છે.

ફિલ્મી જગતમાં શોલેના જય અને વીરુની જોડી ખૂબ પ્રચલિત છે. ત્યારે આવી જ એક જોડી અમદાવાદમાં ગુનાખોરીની દુનિયામાં પણ ફેમસ છે. આ જય અને વીરુને દરિયાપુર પોલીસે ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનામાં પકડ્યા છે.

જય અને વીરુના સાચા નામ છે શાહિદ કુરેશી અને નવાઝ ઉર્ફે ઝીણીયો પઠાણ. આ બંને કુખ્યાત ચોરોએ અત્યાર સુધીમાં અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે.આ ચોરો પહેલા વાહન ચોરવાનું અને બાદમાં ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થઈ જવું તેમના પ્લાનનો ભાગ હોય છે. ચેઇન સ્નેચિંગ કરી તેઓ 120ની સ્પીડે બાઇક દોડાવતા હતા.

અત્યાર સુધીમાં જય અને વીરુની જોડી 20થી વધુ ગુના આચરી ચૂકી છે. જય અને વીરુના ચોરી કરતા પહેલા રેકી કરતા હતા. જેના બાદ શાકમાર્કેટ, જાહેર રોડ અને મોલ પાસેથી જ ચેઇન સ્નેચિંગ કરતા હતા.

જય અને વીરુએ વર્ષ 2004થી જ વાહન ચોરી કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વધુ મોજશોખ કરવા માટે બંને લોકોએ વાહન ચોરી કર્યા બાદ ચેઇન સ્નેચિંગના ગુના આચરવાનું શરૂ કર્યું હતું. આ બંને આરોપીઓ દરિયાપુરમાં પણ એક જ વિસ્તારમાં રહે છે અને જુગાર રમવા માટે તથા મોજશોખ પૂરા કરવા આ ગુનાને અંજામ આપતા હતા.

અત્યાર સુધીમાં પાલડી, ઘાટલોડિયા, ઓઢવ, આનંદનગર, વસ્ત્રાપુર, નવરંગપુરા, એલિસબ્રિજ, યુનિવર્સિટી, મણિનગર, કાલુપુર, સરદાર નગર, હવેલી, કાગદાપીઠ, વાડજ, શાહીબાગ, ઇસનપુર એવા અમદાવાદના એકપણ વિસ્તાર ચોરી માટે તેઓએ બાકી રાખ્યા નહિ હોય. શહેરના તમામ વિસ્તારોમાં આતંક મચાવી ચુક્યા છે. 20 ગુનામાં પકડાયેલા આ બંનેને બે વાર પાસા પણ થઈ ચૂક્યા છે.

હાલ દરિયાપુર પોલીસે જય વીરુ નામના બંને ચોરોની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે

 91 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર