અમદાવાદ : ઉત્તર ઝોનના બાંધકામ સંદર્ભે એસ્ટેટ અને ટીડીઓ વિભાગની ઘોર બેદરકારી..!

મ્યુનિ. દ્વારા માહિતી આયોગનો ગેરકાયદેસર બાંધકામો તોડવાનો આદેશ ઘોળીને પી જવાયો

મ્યુનિ.ના એસ્ટેટ અને ટી.ડી.ઓ વિભાગમાં કેટલી હદે બેદરકારી અને અંધેર વહીવટ ચાલી રહ્યો છે એનું ઉદાહરણ ઉત્તર ધોનમાંથી બહાર આવ્યું છે. ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં બંધાઇ ગયેલા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામને પોલીસ બંધોબસ્ત સાથે તોડી નાંખવા રાજ્યના માહિતી તમિસનરે એક વર્ષ એક વર્ષે લેખિત હુકમ કર્યો હતો. આમ છતાં આ બાંધકામ તોડવામાં ન આવતા સવાલો ઉભા થયા છે.

શહેરના ઉત્તરઝોનમાં આવેલા શિવ શકિત એસ્ટેટમાં વર્ષ-૨૦૧૯માં બેકરીનું કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યું હતું. આ સંદર્ભમાં અરજદાર રાકેશયાદવ દ્વારા માહિતી અધિકારએકટ-૨ONઅંતર્ગત આગેરકાયદે બાંધકામ સંદર્ભમાં ઉત્તરઝોનએસ્ટેટવિભાગે કરેલી કાર્યવાહી ઉપરાંતનોટિસ આપવામાં આવી હોય તે સહીતની અન્ય માહીતી ૨૬ જુન-૨૦૧૯નારોજમાંગી હતી. નિયત સમયમાં તંત્ર તરફથી કોઈ માહિતી ન આપતા પાંચ ડિસેમ્બર-૨૦૧૯ના રોજ માહિતી આયોગ સમક્ષ ફરીયાદ કરી હતી. દરમ્યાન ૧૫ જુલાઈ ૨૦૧૦ના રોજ આમામલે ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં મ્યુનિ. તરફથી જાહેર માહીતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારી તરીકે હાજર રહ્યા હતા. આયોગે સમયસર માહિતીના આપવા બાબતે પુછતા મ્યુનિ.ના અધિકારીઓએ લેખિત પત્ર મોકલી આપ્યો હોવાનું કહેતા અરજદારે દસ્તાવેજો ના આપ્યા હોવા અંગે રજૂઆત કર હતી. મ્યુનિ.એ આ ગેરકાયદે બાંધકામ સંદર્ભમાં ત્રણ નોટિસ આપી હોવાનું કહી બાંધકામ તોડવા માટે પોલીસ બંદોબસ્ત 24 સપ્ટેમ્બરના રોજ માંગ્યો હોવા છતાંમળ્યો ન હોવાની રજુઆત કરી હતી. અરજદારે આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં માહિતી માંગતા આવો તોઇ બંદોબસ્ત માંગવામાં ના આવ્યો હોવાનો જબાવ આપવામાં આવ્યો હતો.

રાજ્યના માહિતી કમિશન દ્વારા 20 જુન 2020ની અસરથી જાહેર માહિતી અધિકારીને આપવામાં આવેલી શો-કોઝ રદ કરી ઉત્તર ઝોનના એસ્ટેસ્ટ અને ટી.ડી.ઓ. વિભાગને આ ગેરકાયદે બાંધકામ તાકીદે પોલીસ બંદોબસ્ત મેળવી તોડી પાડવા હુકમ કર્યો હતો. આમ છતાં એક વર્ષ ાદ પણ આયોગના હુકમને મ્યુનિ.ના અધિકારીઓ ઘોળીને પી જતા આ બાંધકામનો વપરાશ પણ શરૂ થઇ ગયો હોવાનું મ્યુનિ.ના પૂર્વ કર્મચારી પુનમ પરમારે જણાવ્યું છે. મ્યુનિ.ના ઉત્તરઝોનના એસ્ટેટ વિભાગની બાહાર આવેલી બેદરકારી શહેરના અન્ય ઝોન અને વોર્ડ વિસ્તારોમાં પણ જોવા મળી હતી.

 54 ,  1