સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કરતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે

માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ફાળો અર્પણ કરીને માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરએ પ્રતિભાવ આપતા કહ્યું કે, “સશસ્ત્ર સેના ધ્વજ દિવસ એ આપણા રાષ્ટ્રના વીર જવાનો અને તેમના પરિવારજનો સ્વમાનભેર જીવી શકે એ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે.”
જિલ્લા કલેક્ટરશ્રીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, “આપણે સૌ ઉદાર હ્રદયે યોગદાન આપીને આપણે રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવું જોઈએ”.આ અવસરે જિલ્લા સૈનિક કલ્યાણના અધિકારી પલકેશ ચૌધરી,ઓફિસ સુપ્રિટેન્ડેટન્ટ કે.કે.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી