અમદાવાદ : વસ્ત્રાલના ઓશિઆ મોલમાં કોસ્મેટિકની ડુપ્લિકેટ પ્રોડક્ટ વેચવા બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

મોલમાં હારપિકની ડુપ્લીકેટ બોટલ મળી આવતા પોલીસે તપાસ શરુ કરી..

શહેરમાં ડુપ્લીકેટ બ્રાન્ડેડ વસ્તુઓનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમરાઇવાડી તેમજ વસ્ત્રાલમાં આવેલ ઓશિઆ મોલમાં હારપીકની ડુપ્લિકેટ પ્રોડક્ટ મળી આવી છે. બ્રાન્ડેડ સામાનની માંગ વધતા રોકડી કરવા માટે હવે વેપારીઓ બાદ મોલમાં પણ નકલી સામાન વેચીને મોટો નફો રળવાના ચસ્કે ચડ્યા છે. બ્રાન્ડેડ કંપનનીના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટ મળી આવતા અનેક સાવલો ઉભા થયા છે. ત્યારે આ મામલે રામોલ પોલીસે વસ્ત્રાલની ઓશિઆ મોલમાંથી હારપીકની ડુપ્લિકેટ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

વસ્ત્રાલ ચાર રસ્તા પાસે આવેલ ઓશિઆ મોલમાં ઉપરોક્ત ડુપ્લીકેટ હારપિકની બોટલો હોવાનું સામે આવ્યું છે. પ્રોડક્ટમાં છાપેલી બેંચ કોડીંગ પેર્ટન કંપનીથી અલગ હોવાનું જાણ થતાં રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. સૌથી પહેલા અમરાઈવાડી-ખોખરા વિસ્તારમાં આવેલ ઓશિઆ મોલમાં હારપિકની ડુપ્લિકેટ બોટલ હોવાનું સામે આવ્યું હતું. જો કે નકલી બોટલોનો જથ્થો કબ્જે થાય તે પહેલા તમામ પ્રોડક્ટો વેચાઇ ગઇ હતી. બાદમાં વસ્ત્રાલના ઓસીઆ મોલમાંથી હારપીકની બોટલ મળી આવી હતી.

નેત્રીકા કંસલ્ટીંગ અને ઇન્વેસ્ટીગેશન પ્રા.લી કંપનીમાં સીનીયર અધિકારી તરીકે ફરજ બજાવતા ચીરાગભાઇ પંચાલે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવ્યું છે કે અમારા અંડરમાં રેકીટ બેંક કીશર તથા હીન્દુસ્તાન યુનિલિવર તથા જોનસન ઇન જોન્સન તથા ડાબર જેવી વિવિધ કંપનીઓની પ્રોડક્ટનું થતું ડુપ્લીકેટ અટકાવવા કામ કરૂ છું. તેમણે જણાવ્યું હતું કે, ગત રોજ દિવાળી તહેવારમાં નકલી પ્રોડક્ટોને લઇ તપાસ કરતા અમરાઇવાડી-ખોખરા વિસ્તારમાં આવેલ ઓશિઆ મોલમાં રેકીટ બેંક કીસર કંપનીની પ્રોડક્ટ હારપિકની બોટલો જોતા જે ડુપ્લિકેટ હોવાનું જણાવતા એક બોટલ ખરીદી કરી હતી. અને પરીક્ષણ માટે કંપનીમાં મોકલી આપી હતી. જેમાં કંપની દ્વારા પરિક્ષણ દરમિયાન પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું પુરવાર થયું હતું.

તપાસ દરમિયાન બોટલમાં અંગ્રેજીમાં દર્શાવેલ બેચ નં.એચએલએચ 587 કંપનીના કહેવા મુજબ મે-2021માં બનાવવામાં આવેલ, નહીં કે ઓગસ્ટ-2021માં તેમજ બેચ કોડીંગ પેર્ટન કંપનીના બેચ કોડીંગ સાથે નહીં મળી આવતા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. ત્યાર બાદ અમરાઇવાડી-ખોખરાના ઓસીઆ મોલમાં જઇને તપાસ કરતા તમામ સ્ટોક વેચાઇ ગયો હોવાનું જણાવ્યું હતું. આ અંગે અલગ અલગ બ્રાંચમાં તપાસ કરતા વસ્ત્રાલ ખાતે આવેલ ઓશિઆ મોલમાં ડુપ્લિકેટ હારપિકની બોટલ મળી આવી હતી.

તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મોલના સત્તાધીશોને ડુપ્લીકેટ બોટલો જમા રાખવા

હાલમાં આ મામલે રામોલ પોલીસે હારપિકની ડુપ્લિકેટ બોટલો અંગે વધુ તપાસ હાથ ધરી છે અને જ્યાં સુધી તાપસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મોલના સત્તાધીશોને ડુપ્લિકેટ બોટલો જમા રાખવા જણાવેલ છે. કંપનીના નામે ડુપ્લિકેટ માલ ક્યાંથી આવ્યો તે દિશામાં રામોલ પોલીસે તજવીજ હાથ ધરી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી