અમદાવાદ: નકલી HSRP નંબર પ્લેટનું કૌભાંડ ઝડપાયું

થોડા દિવસો પહેલા જ પોલીસે અમદાવાદમાંથી રજાના દિવસે લાઈન્સ કાઢવાનું કૌભાંડ પકડ્યું હતુ. અગાઉ પોલીસે લાઇસન્સ કૌભાંડમાં 9 લોકોની ધરપકડ કરી હતી અને ત્રણ દિવસ પહેલા પોલીસે વધુ ચાર લોકોની ધરપકડ કરી હતી અને આગામી દિવસોમાં વધુ આરોપીઓ પકડાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આરોપીઓએ નાતાલની જાહેર રજાના દિવશે RTOના સારથી સોફ્ટવેરના ID પાસવર્ડ હેક કરીને 120 જેટલા લાઈસન્સ કાઢ્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ થતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

એક રીપોર્ટ અનુસાર રાજ્યમાં 31 ઓગસ્ટ પહેલા તમામ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાડવાના આદેશો કરવામાં આવ્યા છે. ત્યારે આ તકનો લાભ ઉઠાવીને કેટલાક લોકો પૈસા કમાવવામ માટે નકલી HSRP નંબર બનાવીને તેનું વેચાણ કરતા હોવાનું બાતમી રામોલ પોલીસને મળી હતી. રામોલ પોલીસે બાતમીના આધારે તપાસ શરૂ કરીને વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી નકલી HSRP નંબર પ્લેટ સાથે 2 ઇસમોની ધરપકડ કરી હતી. પોલીસે આ બંને ઇસમો પાસેથી 52 જેટલી HSRP નંબર પ્લેટ કબજે કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ આરોપીઓ HSRP જેવી જ દેખાતી નકલી નંબર પ્લેટ બનાવતા હતા અને તે આ નંબર પ્લેટને પ્લેટ પોઈન્ટ બી ગજ્જર નામની દુકાનમાં આપતા હતા. પોલીસે આ દુકાનમાં તપાસમાં કરતા ત્યાંથી પણ પોલીસને 10 જેટલી નકલી HSRP નંબર પ્લેટ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે RTO અધિકારી પાસે આ નંબર પ્લેટનું ચેકિંગ કરાવતા જાણવા મળ્યું હતું કે, નંબર પ્લેટમાં બ્લુ અક્ષરથી IND લખેલું છે, નંબર પ્લેટમાં બારકોડ અને અશોકચક્ર નથી આ ઉપરાંત આ એક પણ નંબર પ્લેટમાં આઇડેન્ટિટીફિકેશન કોડ નથી આપવામાં આવ્યો.સમગ્રે મામલે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે કે, તેમની સાથે આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને તેઓ કેટલા સમયથી આ પ્રકારની નંબર પ્લેટ બનાવતા હતા અને કેટલી નંબર પ્લેટ તેઓ વાહનોમાં ફીટ કરી ચૂક્યા છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી