September 21, 2020
September 21, 2020

અમદાવાદ : બાપુનગરમાં કુખ્યાત ગુનેગારોને પકડવા ગયેલી પોલીસ પર ઘાતક હુમલો, PSI સહિત બે પોલીસ કર્મી ઘાયલ

ધરપકડ કરવા આવેલી પોલીસ પર આરોપીઓએ હથિયાર અને પાઈપ વડે કર્યો હુમલો

બાપુનગરમાં કુખ્યાત બે ચોરોને પકડવા ગયેલી પોલીસ પર ઘાતક હુમલો થયો હતો. લૂંટ અને ચોરીના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર આરોપીઓએ પાઇપ અને ચાકુ વડે હુમલો કરી દીધો હતો. જીવલેણ હુમલા બાદ પણ પોલીસે કુખ્યાતોને ઝડપી પાડ્યા હતા. હુમલામાં એક પીએસઆઈ સહિત બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે.

બાપુનગર પાસે આવેલા સુંદરમ નગરમાં મોબાઈલ, સ્નેચિંગ,લૂંટ અને અન્ય ગુનામાં સંકળાયેલો સરફરાઝ ઉર્ફે બાબા કાલીયા મન્સૂરી અને મુજજમીલ ઉર્ફે સલમાન શેખ છુપાયા છે તેવી બાતમી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે બાપુનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પીએસઆઈ જે વી બારોટ, ઝોન 5ના પીએસઆઈ એસ.જે ચૌહાણ અને અન્ય સ્ટાફ બાતમી વાળા સ્થળે પહોંચી ગયા હતા. તો બીજી તરફ પોલીસને જોઇ હુમલો કરી દીધો હતો. આરોપીઓએ પાઇપ અને ચાકુ વડે હુમલો કરી ભાગવા લાગ્યા હતા. પીએસઆઈ જે.વી.બારોટ આરોપીઓને પકડવા પાછળ દોડ્યા હતા. જો કે આ દરમિયાન એક આરોપી મુજજમીલે પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસત થયા હતા. છતાં પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં તેમનો પીછો કરી દબોચી લીધા હતા.

પકડાયેલા આરોપીઓનો આતંક એટલો હતો કે લોકો ફરિયાદ કરતા ડરતા હતા. આ બન્ને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં એક આરોપી સરફાજે સાબરમતી જેલમાં અન્ય એક આરોપીને છરી વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં ત્રણ વર્ષ પહેલા બાપુનગર પોલીસ સ્ટેશનમાં તલવાર વડે પીએસઆઇ પર હુમલો કર્યાની પણ ફરિયાદ છે.

ધરપકડ બાદ બન્ને આરોપીઓએ પોલીસને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ બન્ને કુખ્યાતોને જેલને હવાલે કરી પોલીસ વધુ પૂછપરછ હાથ ધરી છે.

 114 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર