અમદાવાદ : આજથી જીવરાજ હોસ્પિટલથી વેજલપુર ગામ તરફ જવાનો રસ્તો રહેશે બંધ

જાણો કેટલા દિવસ સુધી અવર-જવર માટે રહેશે બંધ

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે જેને પગલે લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. જીવરાજ હોસ્પિટલથી વેજલપુર ગામ તરફ જવાનો રસ્તો મેટ્રો રેલનું કામ ચાલી રહ્યુ હોવાથી 30 સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી વાહનોની અવર જવર માટે બંધ રહેશે તે અંગે ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડયુ છે. આ રસ્તો 17 દિવસ સુધી બંધ રહેશે.

શરૂ કરાયો વૈકલ્પિક રૂપ
જીવરાજ હોસ્પિટલ તરફથી આવી જીવરાજ ચાર રસ્તાથી સીધા વેજલપુર ગામ તરફ તથા જમણીબાજુ વળી શ્યામલ ચાર રસ્તા તરફ જતા વાહનોએ આગળના વળાંકથી યુ-ટર્ન લઈ જીવરાજ ચાર રસ્તાથી ડાબી બાજુ વેજલપુર ગામ તરફ તથા જીવરાજ ચાર રસ્તાથી સીધા શ્યામલ ચાર રસ્તા તરફ જવાનું રહેશે.

બીજા વૈકલ્પિક રૂટ તરીકે વેજલપુર ગામ તરફથી જીવરાજ હોસ્પિટલ તરફ તથા એપીએમસી માર્કેટ ચાર રસ્તા તરફ જતા વાહનોએ જીવરાજ ચાર રસ્તા મેટ્રો P73-P73 ના વચ્ચેના ભાગથી સીધા જીવરાજ હોસ્પિટલ તરફ તથા જમણી બાજુ વળી એપીએમસી ચાર રસ્તા તરફ જવાનું રહેશે. આ દરમિયાન ડાયવર્ઝનવાળો સમગ્ર રૂટ ‘નો-વ્હીકલ પાર્કિંગ’ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી