September 22, 2020
September 22, 2020

અમદાવાદ : હત્યા બાદ ફરાર માતા-પુત્રની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ

કૃષ્ણનગર વિસ્તારમાં 5 જેટલા આરોપીઓ ભેગા થઈને સંજય મરાઠી નામના વ્યક્તિની કરી હતી હત્યા

અમદાવાદ શહેરમાં હત્યાના ગુન્હામાં ફરાર માતા પુત્રની આખરે ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી વિજય ઉર્ફે બકરા અને તેની માતા મંજુ બેનને બાતમીના આધારે પકડી કાર્યવાહી શરૂ કરી છે. થોડાક દિવસ પહેલા શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં 5 જેટલા આરોપીઓ ભેગા થઈ ને સંજય મરાઠી નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો અને જેમાં સંજય ભાઈનું મોત થયું હતુ.

31 જુલાઇના રોજ આ હુમલો થયો હતો જેમાં સંજય ભાઈનું મોત થયું હતું. પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી અને કુલ 5 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં વિજય,ભરત,અજય,મેહુલ અને મંજુનો સમાવેશ થાય છે.પોલીસે આગાઉ 2 આરોપીઓ ની ધરપકડ કરી લીધી હતી અને બાકીનાં આરોપીઓ ફરાર હતા.

ક્રાઈમ બ્રાન્ચ ને માહિતી મળી હતી કે આ કેસમાં આરોપી વિજય પોતાના વાળ નાના કરી છુપાઈને ગુપ્તાં વસવાટ કરી રહ્યો છે, અને જે માહિતી ના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. જોકે તેની સાથે હત્યા માં સામેલ તેની માતા પણ પોલીસ ના હાથે આવી ગઈ હતી.

પોલીસનું કેહવું છે કે આ ગુના માં આરોપી વિજય અને મરનાર વચ્ચે જૂની અદાવત ચાલી રહી હતી અને જેમાં તેને આ હત્યા ની ઘટના ને અંજામ આપ્યો છે. પલીસ તપાસ માં સામે આવ્યું છે કે આરોપી વિજય આગાઉ ચોરી,ચેઇન તોડવા અને વાહન ચોરી જેવા 15 થી વધુ ગુનાઓ માં પકડાઈ ચુક્યો છે.અને તેની માતા પણ નોટો ના બંડલમાં કાગળો નાખી છેતરપિંડી ના ગુના માં પકડાઈ ચુકી છે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર