September 20, 2021
September 20, 2021

અમદાવાદ : હત્યાના ગુનામાં દોઢ વર્ષથી ફરાર કેદીની ધરપકડ

પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હતો, ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હત્યા અને મારામારીના ગુનામાં દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળી હતી કે પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો આરોપી રાહુલ ઉર્ફે ગાંડો ઈસનપુર મુક્તિ ધામ પાસે છે. ત્યારે પોલીસે વોચ ગોઠવીને સ્થળ પર જઈને તેને ઝડપી લીધો હતો.

પોલીસે આરોપીની પુછપરછ કરતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, વર્ષ 2015માં ગેમર ઉફે રમેશ મકવાણા સાથે મળી વેજલપુરમા આવેલ જય જયોતી ગેસ એજન્સીના મેનેજરની લૂંટ વિથ હત્યાના ગુનામા પકડાયેલ હતો. જે કેસમા પોતે સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતો. આ દરમ્યાન દોઢેક વર્ષ પહેલા પોતાના દાદાનુ અવસાન થતા પેરોલ રજા લીધેલ બાદ પરત જેલમાં હાજર થયો નહોતો. તે દોઢ વર્ષથી જુદા જુદા સ્મશાનમાં રહીને મજુરી કરતો હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું.

પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપ્યો
બીજી તરફ પોલીસે ગેરકાયદે દારુનો વેપાર કરીને દિનેશ કલાલ નામના વ્યક્તિને હથિયાર તથા લાકડીઓના ઘા મારીને ઈજા પહોંચાડી હતી તે ગુનામાં નાસતા ફરતા આરોપી જયેશને પણ ઝડપી લીધો હતો. જયેશ અગાઉ નારણપુરામાં વાહન અડચણના ગુનામાં પણ પકડાયેલ હતો.

 26 ,  1