અમદાવાદ : વેલેન્ટાઇન ડેના દિવસે દારૂના નશામાં મુંબઇની યુવતી પર ગેંગ રેપ

સુરતના બે યુવકો સહિત એક યુવતી સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વેલેન્ટાઇન ડેના દિવસે ઈવેન્ટ મેનેજમેન્ટ માટે મુંબઈથી અમદાવાદ આવેલી 19 વર્ષીય યુવતી પર સુરતના બે શખ્સોએ દારૂ પીવડાવીને બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં એક યુવતીએ પણ મદદ કરી હતી. આ અંગે 19 વર્ષીય યુવતિએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક યુવતી સહીત ત્રણ વ્યક્તિના સામે ગેંગ રેપની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે યુવતી અને એક યુવકની ધરપકડ કરી છે. જ્યારે ફરાર ગયેલ યુવકને પકડવા માટેની તજવીજ હાથધરી છે.

મુંબઈમાં રહેતી 19 વર્ષીય મોહીની (ઓળખ છુપાવા નામ બદલ્યું છે)  13 ફ્રેબુઆરીએ તેની છ બહેનપણીઓ સાથે ઈવેન્ટ મેનેજમેન્ટના કામ માટે ટ્રેનમાં બેસી અમદાવાદ આવી હતી. ત્યારબાદ  નારોલના આકૃતિ ટાઉનશિપ ખાતે તેની બહેનપણી સાથે રોકાઈ હતી. જો કે રાત્રીના સમયે તેમની સાથે સુરત ખાતે રહેતા તાનિયા દાનાવાલા, તસકીલ ઉર્ફે મોન્ટુ કુરેશી અને સાહિલ શેખ પણ   રોકાવવા માટે આવ્યા હતા. વેલેન્ટાઇન ડે હોવાને કારણે તમામ લોકો સાથે બેસીને દારૂની પાર્ટી કરી હતી. દરમિયાન મોહિનીને ઊંઘ આવી જતા તે રૂમના સોફામાં જ સુઈ ગઈ હતી.  નશાનો લાભ મેળવીને તાનીયા, તસકીલ ઉર્ફે મોન્ટુ અને સાહિલ ત્રણેય ભેગા મળીને યુવતીને ઉચકીને બેડરૂમમાં લઈ ગયા હતા. ત્યારબાદ પ્રથમ સાહિલે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તાન્યા અને તસકીલ પણ રૂમમાં ગયા હતા. જો કે થોડી વાર પછી બંન્ને અચાનક રૂમમાંથી બહાર આવીને ઝઘડો કરવા લાગ્યા હતા. અવાજ વધારે આવતા એકાએક મોહીની જાગી ગઈ હતી અને તેના ગુપ્તભાગમાં દુખાવો થવા લાગ્યો હતો.

જેથી તેની સાથે કોઈએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની જાણ થઈ હતી. જેથી તેણે તેની એક બહેનપણીને આ અંગેની જાણ કરી હતી. જો કે મોહીનીની બહેનપણીએ જણાવ્યું હતુ કે, અહીંયા રોકાવવાની જગ્યાએ આપણે મુંબઈ પરત જતા રહીએ. એટલામાં ઝઘડો થતા આસપાસના લોકો જાગી ગયા હતા અને બઘા ભેગા થઈ ગયા હતા. મોહીનીએ તેની સાથે થયેલી ઘટનાની જાણ લોકોને કરતા સાહીલ ત્યાંથી નાસી ગયો હતો, જ્યારે તાનિયા અને તસકીલને લોકોએ પકડી લીધો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ નારોલ પોલીસને કરી હતી. નારોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવતીની ફરિયાદના આધારે તાનિયા, તસકીલ અને સાહીલના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી સાહીલને પકડવા માટેની તજવીજ હાથધરી હતી. તથા તાનિયા અને તસકીલની ધરપકડ કરી હતી. 

મોહીનીને સારવાર માટે સિવિલ મોકલવામાં આવી

પોલીસ આવી ત્યારે પણ મોહીની નશાની હાલતમાં હતી. ઉપરાંત તેને યોનીના ભાગે અસહ્ય દુખાવો થઇ રહ્યો હતો. તેથી મહિલા પોલીસને બોલાવી યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી. જ્યાં તેનું મેડિકલ ચેક અપ થતા તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની વાતને સમર્થન મળ્યું હતું.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર