અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ મહિલાનું મોત થયું હતું. સૌ પહેલા શંકાસ્પદ રીતે કોંગો ફિવરથી સુખીબેનના મોત મામલે પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગો ફિવરથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે. સૌ પહેલા શંકાસ્પદ રીતે કોંગો ફિવરથી સુખીબેનના મોત મામલે પૂણેની વાઈરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગો ફિવરથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે.
આ રોગ ખાસ કરીને પશુઓ દ્વારા ફેલાતો હોય છે. પશુઓની ચામડી પર ચોંટેલા `હિમોરલ’ નામના પરજીવી એ રોગના મૂળ વાહક છે. જેથી આ રોગનો ખતરો એવા લોકોને વધારે છે, જે ગાય, ભેંસ, બકરી, શ્વાન વગેરેના સંપર્કમાં રહે છે. ખાસ કરીને માલધારીઓ, પશુપાલકોને આ રોગ થવાની શકયતા વધી છે. આ ખતરનાક વાયરસ દર્દીને તાવ લાવે છે. આ સાથે માંસ પેશિયોમાં દર્દ, પીઠમાં દર્દ, માથામાં દુ:ખાવો થવા લાગે છે અને કેટલાક દર્દીઓને ચક્કર પણ આવે છે. આંખોમાં બળતરા થાય છે અને ગળુ બેસી જાય છે.
26 , 1