September 24, 2020
September 24, 2020

અમદાવાદ : બાપ સમાન નરાધમે મહિલાના કપડા કાઢી ઇજ્જત લૂંટવાની કરી કોશિશ

એકલતાનો લાભ લઇ બળજબરીપુર્વક મહિલાના કપડા કાઢી દુષ્કર્મની કરી કોશિશ

અમદાવાદ શહેરમાં એક આધેડે પરણિત મહિલા સાથે બળજબરી કપડા ઉતારી જબરદસ્તી સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. નરાધમને પિતા સમાન માનતી યુવતી આ હરકત બાદ હેબતાઇ ગઇ હતી. જો કે આખરે હિમત દાખવી નરાધમ વિરૂદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો છે. જ્યારે બેંકમાં નોકરી કરતી હતી ત્યારે આધેડ એ તેની પાસેથી અનેક ઈન્સ્યોરન્સ પોલિસી લીધી હતી. બાદમાં પારિવારિક સંબંધો બાંધ્યા હતા. મહિલાની માતાની નિધન બાદ સાંત્વના આપવાને બહાને નરાધમ તેને ઘરે લઇ ગયો હતો. આ દરમિયાન એકલતાનો લાભ લઇ કપડા કાઢી દુષ્કર્મની કોશિશ કરી હતી. આ મહિલા તે પુરુષને પિતા સમાન માનતી હોવા છતાં આ હરકત કરતા સમગ્ર મામલે મહિલાએ વાડજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, વેજલપુરમાં પતિ અને બાળકો સાથે રહેતી 39 વર્ષીય મહિલા થોડા વર્ષો પહેલા એક બેંકમાં નોકરી કરતી હતી. ઉસ્માનપુરા ખાતે વિદ્યાવિહાર સોસાયટીમાં રહેતા મહેશ શાહ નામના વ્યક્તિ સાથે તેની મુલાકાત થઈ હતી. પ્રોપર્ટી કેસ ચાલતો હોવાથી મહિલા નોકરીમાં ધ્યાન ન આપી શકતા તેણે આ નોકરી છોડી દીધી હતી. આ મહિલા અવાર નવાર મહેશ શાહની દુકાને દાગીના લેવા જતી અને મહેશ શાહે સંબંધો બનાવી પરિવારના સભ્યો માટે આ મહિલા પાસેથી ઈન્સ્યોરન્સ પોલિસીઓ પણ લીધી હતી. બાદમાં આ સંબંધો પારિવારિક થતા ગયા.

એક દિવસ મહિલાની માતાનું અવસાન થયું હતું ત્યારે આ મહેશ ભાઈ સાંત્વના આપવા આવ્યા હતા. મહિલાને અત્યંત દુઃખી જોઈને મહેશભાઈએ પોતાના ઘરે આવવા જણાવ્યું હતું. ઘરમાંથી નીકળીને બીજે જઈને મન હળવું થાય અને હવા ફેર કરવાનું કહીને આ મહિલાને તેના બાળકો સાથે લઈ ગયા હતા. મહેશ શાહના બાળકો અને પત્ની વિદેશમાં રહે અને પોતે તેમની માતા સાથે રહે છે.

ઘરે પહોંચીને મહેશ ભાઈએ આ મહિલાને કોફી પીવડાવી અને બાળકોને ટીવી બતાવ્યું. બાદમાં ધાબે બધું તૂટી ગયું હોવાનું કહી ઉપરના માળે મહિલાને લઈ ગયા. જ્યાં બારણાની સ્ટોપર મારવાના બહાને મહિલાના કપડા કાઢવાની કોશિશ કરી તેની સાથે જબરદસ્તી કરી હતી.

બાદમાં મહિલાએ ત્યાંથી જવાનું કહેતા મહેશ શાહ તેમની કારમાં મહિલાને ઘરે મૂકી ગયા અને ધમકી આપી કે બધા ફોટો છે જો કોઈને કહેશે તો આ બધું બતાવી દેશે. આખરે આ બાબતોથી કંટાળીને મહિલાએ ડીસીપી ને અરજી કર્યા બાદ વાડજ પોલીસે મહેશ શાહ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર