અમદાવાદ: બોપલ,ગોતા,સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

શહેરના બોપલ વિસ્તારમાં અચાનક જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બોપલમાં અચાનક જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. આ સાથે જ શહેરના ચાંદલોડિયા, એસ.જી. હાઇવે, સરખેજ, ગોતા, જગતપુર, સોલા અને થલતેજ જેવા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પછી વરસાદ પડવાથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ વાહનવ્યવહાર પર પણ માઠી અસર પડી છે. વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો છે. નોંધનીય છે કે, શહેરના એસ.પી. રિંગરોડ પર ખાડા પડવાને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી