September 19, 2021
September 19, 2021

અમદાવાદ : ઈસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રન, અજાણ્યા કાર ચાલકની ટક્કરે મહિલાનું સ્થળ પર જ મોત

કાર ચાલકે મહિલાને 10 ફૂટ ઘસડી, પોલીસે હાથ ધરી તપાસ

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર વહેલી સવારના બની હિટ એંડ રનની ઘટના બની છે. એક અજાણ્યા વાહનનો ચાલક ઈસ્કોન બ્રિજ પર ચાલીને પસાર થતા મહિલાને ટક્કર મારી હતી. કારની ટક્કરના કારણે મહિલાને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા એસજી હાઈવે -2 ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. મૃતક મહિલા કોણ છે તે અંગે હજુ જાણી શકાયુ નથી. પોલીસને ઘટનાસ્થળથી મિરર મળી આવ્યો છે. જેના પરથી અકસ્માત સર્જનાર કાર ચાલક હોવાનું પોલીસને અનુમાન છે. કાર ચાલકે મહિલાને 10 ફૂટથી વધુ ઘસડી હોય તેવું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે હિંટ એંડ રનની ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઈસ્કોન આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી દીધી છે. અકસ્માત સર્જનાર કોણ છે અને મૃતક મહિલા કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

 92 ,  1