અમદાવાદઃ 750 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલનાં ઓપરેશન થિયેટર બંધ

અમદાવામાં 750 કરોડના ખર્ચે જાન્યુઆરી 2019માં શરૂ થયેલી નવી વીએસ એટલે કે SVP હોસ્પિટલની ત્રીજી બેદરકારી સામે આવી છે. શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ એસવીપીના 4 ઓપરેશન થિયેટરમા પાણી ટપકવા લાગતા ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને પગલે ઓટી બંધ કરવાની ફરજ પડી અને ઓપરેશનો અટવાયા હતા. જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઓટીમાં રિપેરિંગ કામ કરવા માટે દિવાલ તોડવાની ફરજ પડી હતી.

કુલ 32 ઓપરેશન થિયેટરમાંથી 16 જ ઓપરેશન થિયેટર ચાલુ કરવામાં આવ્યા હતા. તેમાં પણ 16માંથી 4 ઓપરેશન થિયેટરમાં પાણી પડવા લાગતા હાલ 12 જ ઓપરેશન થિયેટર ચાલી રહ્યા છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી