અમદાવાદ : રીઅલ એસ્ટેટ પર ITના દરોડામાં છ બિલ્ડરો, 17 કંપનીઓના નામ ખૂલ્યા

500 કરોડથી વધારેના નાણાકીય વ્યવહારો મળી આવ્યા

આવકવેરા વિભાગે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બી- સફલ ગ્રુપના બિલ્ડરો રાજેશ બ્રહ્મભટ્ટ, રૃપેશ બ્રહ્મભટ્ટ અને બોકર પ્રવિણ બાવળિયાને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરીને 500 કરોડથી વધારેના નાણાકીય વ્યવહારો શોધી કાઢયા છે સાથે સાથે ટીડીઆર ર્સિટફિકેટની સામે મોટી રકમની હેરાફેરી કરી હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે.

આ ગ્રુપની સામે તપાસ હજુ ચાલુ રાખવામાં આવતા વધુ છ બિલ્ડરોના નામ આઇટીને મળ્યા છે.ટેકસની ચોરી કરવા ખોટી એન્ટ્રી પાડવામા આવી રહી છે. બિલ્ડરો ઉપરાતં ૧૭ કંપનીઓની માહિતી પણ આઇટીને મળી છે.

દરમ્યાન એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ અને ડિજીટલ ડેટાની સાથે ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટર્સ (ટીડીઆર) ર્સિટફિકેટ વેચાણ કરીને રોકડ મેળવી હોવાના ૫૦૦ કરોડના પુરાવા મળ્યાં છે. જમીન અને રિયલ એસ્ટેટમાં ઓન મની કરેલા ટ્રાન્ઝેકશનના પુરાવા તેમજ રોકડેથી લીધેલી અને આપેલી લોન, તેના વ્યાજના તથા ચૂકવણીના વ્યવહારોના પુરાવા મળ્યા છે.

આવકવેરા વિભાગને તપાસમાં વધુ છ બિલ્ડરોની માહિતી જાણવા મળી છે. આ બિલ્ડરોએ ટીડીઆર સામે કરોડો રૃપિયાની રકમ મેળવી છે. આ ઉપરાંત એક બિલ્ડરે આવકવેરા ઉપરાંત જીએસટીની મોટા પ્રમાણમાં ચોરી કરી હોવાના પુરાવા મળ્યા છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી