અમદાવાદ : દાણીલીમડામાં સસરાએ પુત્રવધૂ પર નજર બગાડી દુષ્કર્મ આચર્યુ

સસરો છેલ્લા 2 મહિનાથી પુત્રવધૂને ધમકાવી બળાત્કાર આચરતો

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં સંબંધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. હવસખોર સસરાએ પુત્રવધૂ પર નજર બગાડી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ સામે આવી છે. દીકરાની ગેરહાજરીમાં પુત્રવધૂને ધમકાવીને સસરો પરાણે સંબંધો બાંધતો હોવાનો આરોપ લગાવ્યો છે. બે મહિના સુધી હવસનો શિકાર બન્યા પછી કંટાળીને અંતે પરિણીતાએ પોલીસનું શરણ લીધું છે. આ મામલે દાણીલીમડા પોલીસે આરોપી સસરા સામે ગુણો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

શહેરના દાણીલીમડામાં સસરાએ પુત્રવધૂ પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હવસખોર સસરો છેલ્લા 2 મહિનાથી પુત્રવધૂ પર બળાત્કાર આચરતો હતો. પુત્ર ઘરે ના હોય ત્યારે ધાકધમકી આપી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. પુત્રવધૂની ફરિયાદને આધારે પોલીસે સસરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહિલાનો પતિ કામ કરવા ઘરેથી નીકળે ત્યારે તેનો સસરો તેની એકલતાનો લાભ લઈને શારીરિક અડપલાં કરતો હતો અને તેના એક વર્ષના દીકરાને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો.

છેલ્લા બે માસથી સસરો પુત્રવધૂનું શોષણ કરતો હતો. પરિણીતાએ પતિને સસરાની કરતૂત જણાવી પણ પતિએ વિશ્વાસ નહિ કરતા અને કોઈ મદદ ન મળી. યુવતીના લગ્ન 3 વર્ષ પહેલાં દાણીલીમડામાં થયા હતા અને તેમને એક વર્ષનો દિકરો છે. જ્યારે તેનો પતિ અને સાસુ – સસરા મજુરી કરે છે. જ્યારે તેની 2 નણંદના લગ્ન થઈ ગયા છે અને પરણિતા ઘરે એકલી હોય છે.

માર્ચ મહિનામાં લોકડાઉન દરમ્યાન પરિણીતાને એકલી જોઈને સસરાની નિયત બગડી હતી અને તેને પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું. તેમજ આ અંગે કોઈને ન કહેવા માટે ધમકી આપી હતી. આ પછી તો આ સિલસિલો સતત થતો રહ્યો. અંતે સાસુ કે પતિએ વિશ્વાસ નહીં કરતા પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 29 ,  1