અમદાવાદ : 55 કરોડના ખર્ચે તૈયાર થયેલ થલતેજ- શીલજને જોડતા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

અમિત શાહે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઓવરબ્રિજનું કર્યું ઈ-લોકાર્પણ

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા ઉપર રૂ.૫૫ કરોડના ખર્ચે નિર્મિત ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજનું આજે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કર્યું હતું. 55 કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ તૈયાર થયો છે.

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ અને ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા ઓવરબ્રિજ બનાવ્યો છે. રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્ર ને જોડતી રેલવે લાઇન પસાર થાય છે. 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છે. જ્યારે ટ્રેન નીકળે એટલે ફાટક 5 મિનિટથી વધારે બંધ રહે એટલે 24 કલાકમાં 6 કલાક ફાટક બંધ રહેતો હતો. જેના કારણે 10 લાખ લોકો પ્રભાવિત થતા હતા.પરંતુ થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા રેલવે ઓવરબ્રિજ બની જતા 10 લાખ લોકોને રાહત મળશે.

 19 ,  1