અમદાવાદ : રોકાણ કરાવી કંપની બંધ કરી રૂ.58.55 લાખની ઠગાઈ કરી

ગુજરાત યુનિવર્સિટી પોલીસે બે લોકોના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગોતામાં રેહતા યુવકના પિતા નિવૃત થયા પીએફના પૈસા આવ્યા હતા ત્યારે યુવકના બે મિત્રોએ તેમની કંપનીમાં પૈસાનું રોકાણ કરવાથી સારો નફો મળશે તેમ જણાવી રોકાણ કરાવી કંપની બંધ કરી યુવક સાથે રૂ.58.55 લાખની ઠગાઈ કરી હતી. આ અંગે ગુજરાત યુનિવર્સિટીએ બે વ્યક્તિના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

ગોતાની રોયલ રેસીડેન્સીમાં રહેતા ભાવેશ મહેન્દ્રભાઈ પુરી (ઉ.વ.31)ને 2017માં નવરંગપુરા ખાતે દર્શન વ્યાસ અને સુરત રહેતા વિશાલ ગાંધી સંપર્કમાં આવ્યા હતા. આ બંન્નેએ ભાવેશ ભાઈને જણાવ્યું હતું કે, ધર્મ હેલ્થકેર નામથી પ્રોપરાઈટર શીપ ધરાવે છે. તથા દર્શન અને વિશાલ સંયુક્ત રીતે રીધમ ડીવાઈન હેલ્થકેરના નામે દવા ટ્રેડીંગ કંપનીમાં ભાગીદારી પેઢી પણ ચલાવે છે અને દવા બનાવવાનું અને ટ્રેડીંગનું કામ સારુ એવુ ચાલે છે. તે દરમિયાન ભાવેશ પુરીના પિતાજી નિવૃત થતાં તેમના પીએફના નાણાં આવ્યા હતા.

ત્યારે દર્શન અને વિશાલે ભાવેશને જણાવ્યું હતું કે, તું અમારી પેઢીમાં રોકાણ કરીશ તો તને સારો નફો મળશે તથા તને અને તારા નિવૃત પિતાને કંપનીમાં નોકરી પણ અપાવીશ. જેથી ભાવેશભાઈએ તે દર્શન અને વિશાલનો વિશ્વાસ કરી લીધો હતો અને તેમના પિતાના નિવૃત થતા આવેલા પૈસા તથા તેમની પાસે રહેલા પૈસા તેમ અલગ અલગ રીતે કુલ રૂ.58.55 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ દર્શન અને વિશાલે ભાવેશભાઈ અને તેના પિતાને નોકરી આપી હતી. પરંતુ દિવસો જતા પગાર આપ્યો ન હતો. જેથી પગારની માંગણી કરતા બંન્નેએ પગાર આપી દઈશું તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ અચાનકજ બંન્નેએ ભાવેશભાઈની જાણ બહાર કંપની બંધ કરી દીધી હતી અને મહેન્દ્રભાઈએ કરેલ રૂ.58.55 લાખનું રોકાડ તથા નફો આપ્યો ન હતો. જેથી દર્શન અને વિશાલે ભાવેશભાઈને સીક્યુરીટી પેટે આપેલ ચેક ભાવેશભાઈએ બેંકમાં ભર્યો હતો. જો કે તે ચેક બેંકમાંથી રીટર્ન આવ્યો હતો. જેથી ભાવેશભાઈ સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ થઈ હોવાનું જાણવા મળતા તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં દર્શન વ્યાસ અને વિશાલ ગાંધીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

 41 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર