અમદાવાદમાં ઓવર સ્પીડ પર 2 વર્ષ સુધીની જેલ…

શહેરમાં વધી રહેલી ટ્રાફિક અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા તમામ રોડ પર વાહનની સ્પીડ નક્કી કરાઈ છે. સાથે જ ગુજરાતમાં સ્પીડ નક્કી કરનાર અમદાવાદ ગુજરાતનું પ્રથમ હરોળનું શહેર બન્યું છે. શહેરની અંદરના તમામ રસ્તાઓ અને એસપી રિંગ રોડ ઉપર ટુ વ્હીલર માટે 50, થ્રી વ્હીલર માટે 40, કાર માટે 60 અને ટ્રક સહિતના વાહનો માટે 40ની સ્પીડ નક્કી કરાઇ છે. જ્યારે એસજી હાઈવે અને નારોલથી નરોડા હાઈવે કે જે નેશનલ હાઈવેમાં આવે છે, તેના ઉપર ટૂ વ્હીલર 80, થ્રી વ્હીલર 50, કાર 100, મીની લકઝરી બસો 90 જ્યારે ટ્રક – ટ્રેલર સહિતના ભારે વાહનો માટે 80 ની સ્પીડ નક્કી કરવામાં આવી છે.

ઓવર સ્પીડ બદલ અત્યારસુધી રૂ.1000 દંડ વસૂલ કરાતો હતો. પરંતુ સોમવાર રાતથી તેમની પાસેથી દંડ તો વસૂલ કરવામાં આવશે પરંતુ તેમની સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે જેમાં મહત્તમ 2 વર્ષની સજા થઇ શકે છે.

 35 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી