અમદાવાદ : ફળોના રાજા “કેરી મહોત્સવ”નો ધમાકેદાર પ્રારંભ

કેરી એટલે ફળોનો રાજા. રસ, સ્વાદ અને મીઠાશનો ત્રિવેણી સંગમ એટલે કેરી. તેમાં પણ ગીર અને તલાલાની કેસર કેરી એટલે શું વાત… તેની મજા જ કંઈક અલગ જ હોય છે ત્યારે સ્વાદરસિયા અમદાવાદીઓ માટે કાર્બાઇડ ફ્રી અને કુદરતી રીતે પાકેલી કેરી સસ્તાદરે મળી રહે તે હેતુથી ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા “કેસર કેરી મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરભરમાં 150 વધુ ખેડુતોના વિવિધ સ્થળોએ સ્ટોલ લાગ્યા છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ત્યારે રિવરફ્રન્ટ ખાતે કેસર કેરી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યા છે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ દ્વારા કેસરકેરી મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઉદ્દઘાટન પ્રસંગે અમદાવાદના મેયર બીજલ પટેલ હાજર રહ્યાં હતા.


તેઓએ વધુમાં કહ્યું કે અમદાવાદના લોકોને ઓર્ગેનિક કેરી મળી રહે તે માટે આ પ્રકારનું દર વર્ષે કોર્પોરેશનના સાથ સહકારથી એગ્રો ઈન્ટસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા કેસરકેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છની ખેતમંડળીઓ કેરીનું વેચાણ કરવા માટે ભાગ લેતી હોય છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે આ વર્ષે 50 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જો ખરીદદારોનુ ટ્રાફિક હશે તો બીજા સ્ટોલની પણ વ્યવસ્થા કરી અમદાવાદના લોકોને કાર્બોરેટ મુક્ત કેરી પુરી પડાશે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી