September 18, 2021
September 18, 2021

અમદાવાદ : સોલા સિવિલમાંથી નવજાત બાળકીનું અપહરણ

બાળકીને શોધવા પોલીસે ટીમ બનાવી

શહેરમાં હત્યા, લૂંટફાટ અને અપહરણના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. આજે વધુ એક અમદાવાદમાં નવજાત બાળકીનું અપહરણ કરાયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાંથી માત્ર એક દિવસની નવજાત બાળકીનું અપહરણ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બીજી બાજુ સોલા સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી અને બાળકોની સલામતિ સામે સવાલો ઉભા થયાં છે. આ મામલે સોલા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવીના ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સરસ્વતી પાસી નામમી મહિલાએ સોલા હોસ્પિટલમાં 31 ઓગસ્ટે બાળકીને જન્મ આપ્યો હતો. તેમને હોસ્પિટલમાં ત્રીજા માળે સ્થિત PNB વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ગત મધરાતે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે કોઈ અજાણી વ્યક્તિ તેમની એક દિવસની બાળકીનું અપહરણ કરીને લઈ ગયા હતા.

પોલીસે બાળકીના ફોટો વહેતા કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી છે. તે ઉપરાંત હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનારને શોધવા માટે વિગતો મંગાવવામાં આવી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરુ કરી છે.

 138 ,  1