September 18, 2020
September 18, 2020

અમદાવાદ : કૃષ્ણનગર દુષ્કર્મ મામલો, આરોપી જમીન દલાલ સુનિલ ભંડેરીની ધરપકડ

નશાવાળી ચોકલેટ ખવડાવી આરોપીએ આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં વીડિયો વાયરલ તેમજ પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મહિલા સાથે અવાર નવાર દુષ્કર્મ આચરનાર આરોપીને આખરે પોલીસે દબોચી લીધો છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ત્રણ વર્ષ પહેલા નશાવાળી ચોકલેટ ખવડાવી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી વીડિયો વાયરલ કરી ધમકી આપી હોટલમાં બળાત્કાળ ગુજારતો હતો. હાલ આ મામલે પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ હાથ ધરી છે.

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 38 વર્ષિય મહિલાએ પાંચ દિવસ પહેલા ફરિયાદ નોધાવી હતી કે, વર્ષ 2017માં પરિચિત જમીન દલાલ સુનિલ ભંડેરીએ કોઇ નશાવાળી ચોકલેટ ખવડાવી દુષ્કર્મ આચર્યુ હતું. તે બળાત્કારની ઘટના બાદ નગ્ન વિડ્યોને વાયરલ કરવાની ધમકી આપી મહિલાને અવારનવાર હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચરીને સૃષ્ટી વિરુદ્ધનુ કૃત્ય કરતો હતો. સુનિલ ભંડારીની સાથે તેના બે સાગરીતો પણ મહિલાને ધમકી આપતા હતા. અને મહિલાના પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતો હતો.

ભોગ બનાર મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે જમીન દલાલ સુનિલ ભંડેરી સાથેના અન્ય બે લોકો તેને જાનથી મારી નાખવાની ઘમકી આપતા હતા. જેને આધારે કૃષ્ણનગર પોલીસે સુનિલ ભંડારી અને તેના અન્ય બે સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આરોપી સુનિલ ભંડેરી છેલ્લા 3 વર્ષની મહિલાને હેરાન પરેશાન કરતો હતો. જો કે આખરે તંગ આવી મહિલાએ પોતાના પતિ સમક્ષ આપવીતી જણાવી હતી. બાદમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

જો કે મહિલાની ફરિયાદના ચાર દિવસ પોલીસે આરોપી સુનિલ ભંડેરીને ઝડપી લીધો છે. ત્યારે આ મામલે સત્ય શું છે તે હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે…

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર