September 23, 2020
September 23, 2020

અમદાવાદ : કૃષ્ણનગર દુષ્કર્મ મામલો, બેદરકારી બદલ બે પોલીસકર્મીઓ સામે ફરિયાદ

આરોપી બિલ્ડર સુનિલ ભંડેરી કોરોના વોર્ડમાંથી થયો હતો ફરાર

નશાવાળી ચોકલેટ ખવડાવી મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી બિલ્ડર સુનિલ ભંડેરી અટકાયત બાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટસ માટે લઇ જવાયો હતો. જો કે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. જે મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી સુનિલ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ દીનેશકુમાર તેમજ LRD વનરાજસિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સુનિલ ભંડેરી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે પોલીસ ની નજર ચૂકવી ને ત્યાંથી નીકળી ગયો હતો. જેથી પોલીસ એ આસપાસ ના તમામ વિસ્તારો માં તપાસ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુનિલ ભંડેરી સિમ્સ હોસ્પિટલમાં દાખલ થયો છે. ત્યારે બેદરકારી બદલ પોલીસે આરોપી સહિત બે પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.

આરોપી બિલ્ડરે નરોડામાં રહેતી એક મહિલા સાથે અવાર નવાર ધમકી આપી દુષ્કર્મ ગુજારતો હોવાની ફરિયાદ દાખલ થઇ હતી. નશાવાળી ચોકલેટ ખવડાવ્યા બાદ સુનિલ ભંડેરીએ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું અને સાથે આ કૃત્યનો વીડિયો પણ ઉતારી લીધો હતો. જે બાદમાં આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી મિત્રની પત્ની પર આરોપી અનેક વખત દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ આરોપીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.કે.રાઠોડે 45 લાખ રુપિયાનો તોડ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આરોપી ભંડેરીના આરોપ બાદ એસીપીએ પીઆઇ વિરુદ્ધમાં તપાસ શરૂ કરી છે.

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર