અમદાવાદમાં રથયાત્રાને લઈ મંદિરમાં તૈયારી શરૂ

144મી રથયાત્રા સવારે 7 વાગ્યે નિકળી 12 વાગ્યે નિજમંદિરે પરત ફરશે

ગુજરાત સહિત દેશમાં કોરોના મહામારીની બીજી ઘાતક લહેર મંદ પડી ગઈ છે આ સ્થિતિ વચ્ચે અમદાવાદમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની ભીતિ વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નગરચર્યાએ નિકળશે તેવી પૂરી શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં 12 જુલાઈના રોજ પરંપરાગત રીતે નીકળશે.

મોસાળ સરસપુરમાં 10 મિનિટનું જ રોકાણ કરવામાં આવશે તેમજ જનતા કર્ફ્યુ વચ્ચે ફાસ્ટ ફોરવર્ડ મોડમાં રથ ખેંચવા 150 ખલાસી સજ્જ કરાશે અને બપોરે રથ પરત ફર્યા બાદ શહેરીજનો નિજમંદિરમાં રથ પર ભગવાન જગદીશ-બલભદ્ર-સુભદ્રાજીના દર્શન કરી શકશે.

જો કે આ વર્ષે રથયાત્રામાં ટ્રકો, અખાડા અને ભજનમંડળીઓ નહિ જોડાય.આ વર્ષે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે અમદાવાદની નગરચર્યાએ નિકળશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં નિજમંદિરે પરત આવી જશે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોના પગલે 143મી રથયાત્રાનું આયોજન છેલ્લી ઘડીએ મોકૂફ રખાયું હતું અને ત્રણેય રથ મંદિર પરિસરમાં ફર્યા હતા. જો કે આ વર્ષે પોલીસ, પત્રકારો અને મર્યાદિત લોકોની હાજરીમાં ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થઈ અને નગરચર્યાએ નીકળશે.

 63 ,  1