IPLમાં અમદાવાદ – લખનઉ બે નવી ટીમોની ‘એન્ટ્રી’

જાણો CVC કેપિટલે અને RPSG ગ્રુપે કેટલામાં ટીમ ખરીદી….

T-20 વર્લ્ડ કપના કાર્નિવલ વચ્ચે ફરીથી IPLએક વખત ફરીથી ચર્ચામાં આવી છે. આખરે આજે આગામી આઈપીએલ માટે બે નવી ટીમોની જાહેરાત થઈ ગઈ છે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડ રૂપિયામાં જ્યારે CVC કેપિટલે 5600 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી લીધી છે.

IPLની બે નવી ટીમો ખરીદવા માટે માન્ચેસ્ટ યુનાઇટેડના માલિક ગ્લેઝર ફેમિલી, નવીન જિંદાલ, અદાણી ગ્રૂપ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સહિત કેટલાંય નવા નામ ટીમોને ખરીદવાની રેસમાં હતા આખરે આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે અને CVC કેપિટલે બાજી મારી લીધી છે.

નોંઘનીય છે કે, આઈપીએલ અત્યાર સુધી આઠ ટીમો હતી હવે જેમાં લખનઉ અને અમદાવાદનો સમાવેશ થતા આગામી વર્ષે કુલ 10 ટીમો ભાગ લેશે જેના પગલે IPLમાં મેચની સંખ્યા વધી જશે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી