અમદાવાદ : સાબરમતી જેલમાં બંધ UPના માફિયા અહેમદને નહીં મળી શકે ઓવૈસી..

જેલ તંત્રએ મનાઈ ફરમાવી, કાર્યક્રમ રદ્દ

ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇત્તેહાદ ઉલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીઅમદાવાદની મુલાકાતે આવ્યા છે. ઓવૈસી અમદાવાદ સાબરમતી જેલમાં બંધ યુપીના પૂર્વ સાંસદ અતિક અહેમદને મળવાના હતા પરંતુ હાલ તેમનો આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. ત્યારે ઓવૈસી અને અતિક અહેમદની મુલાકાત અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. અસદુદ્દીન ઓવૈસી સવારે 7 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ હોટલ લેમન ટ્રી જવા રવાના થયા હતા. જો કે, અસદુદ્દીન ઓવેસી અમદાવાદ સાબરમતી જેલમાં રહેલા યુપીના પૂર્વ સાંસદ અતિક અહમદ સાથે મુલાકાત કરવાના હતા અને ઉત્તરપ્રદેશ ચૂંટણી અંગે અતિક અહમદ સાથે ઓવૈસી ચર્ચા પણ કરવાના હતા.

પરંતું અસદુદ્દીન ઓવૈસીને અતિક અહેમદને મળવાની પરવાનગી ના મળતા તેઓનો સાબરમતી જેલ જવાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. જો કે, ગુજરાત AIMIM ના અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ 4 દિવસ પહેલા અતિક અહમદ સાથે કરી મુલાકાત હતી. ત્યારે કોવિડને કારણે ઓવૈસીને હાલ અતિક અહમદને મળવાની પરવાનગી આપવામાં આવી નથી.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી