September 19, 2020
September 19, 2020

અમદાવાદ : મેયર બીજલ પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સ્વાતંત્ર્ય પર્વની કરી ઉજવણી

કોરોના વોરિયર્સના સન્માન સાથે મેયર બીજલ પટેલે સ્વાતંત્ર પર્વની કરી ઉજવણી

દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના મેયર બીજલ પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી. આ અવસર પર સોશિયલ ડિસ્ટન્સ સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મેયરે તમામ કોરોના વોરિયર્સ એવા ડોક્ટર, ફાયરબ્રિગેડના કર્મચારીઓ વગેરે પર ફૂલો વરસાવી સન્માન કર્યું હતું.

આ તકે મેયર બીજલ પટેલે આઝાદીના લડવૈયાઓને યાદ કરવાની સાથે સાથે દેશ અને વિશ્વ કોરોનામાંથી ઝડપથી મુક્ત થાય તેવી કામના કરવામાં આવી હતી.

બીજલ પટેલે કોરોના માહામારીને લઇ AMCની કામગીરીને સરાહની હતી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશન કોઇપણ પ્રકારના ભેદભાવ વગર સૌ પ્રત્યે અમી નજર નાખી કોઇપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર શહેરીજનોના સારા સ્વાથ્ય માટે સતત કાર્યશીલ રહી કોરોના મહામારી સાથે અડગતાથી લડી રહ્યું છે.

વધુમાં મેયરે કોરોના મહામારી સામે સારી કામગીરી બદલ વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી રૂપાણીના વખાણ કર્યા હતા.

સોશિયલ ડિસ્ટન્સ સાથે આખો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કમિશનર, ડેપ્યુટી મેયર, નેતાઓ, કમિટીના ચેરમેન અને ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

પોલીસ કમિશનરને હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન કર્યું હતું. શહેરના JCP, DCP અને ACPથી લઇ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ PI સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને માસ્ક પહેરી આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર કર્મચારીઓને પોલીસ કમિશનરના હસ્તે એવોર્ડ પણ આપવામા આવ્યા હતા.

ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્કમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

કોરોના કાળમાં દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ છે. સવારે 9 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ધ્વજ વંદન કર્યું હતું. આ વર્ષે કોરોના મહામારીને પગલે માત્ર કેટલાક ખાસ લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારે સ્વતંત્રતા દિવસે કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કોરોના વૉરિયર્સનું ખાસ સન્માન કર્યુ હતું. પોતાની પરવાહ કર્યા વગર જે રાજ્યની સેવા કરી રહ્યા છે, એવા ફ્રન્ટલાઇન વૉરિયર્સને મુખ્યમંત્રીએ નમન કરી બિરદાવ્યા હતા. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યવાસીઓએ કોરોનાને દેશવટો અને રાજ્યવટો આપવા માટે આઝાદી જેવી ચળવળ ચલાવવી પડશે.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર અને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓના વખાણ કર્યા. આ સાથે તેમણે તમામ કલ્યાણકારી યોજનાઓની વિગતવારે ચર્ચા કરી હતી. પાટનગર ગાંધીનગરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 74માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને તિરંગાનો સલામી આપી હતી.

 77 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર