અમદાવાદ: મેયર બિજલ પટેલ ત્રણ દિવસથી બીમાર, વાયરલ ઈન્ફેક્શન હોવાની આશંકા

અમદાવાદના મેયર બિજલ પટેલને ડેંગ્યુ નહીં પણ વાયરલ ઈન્ફેક્શન છે. હાલ તબિયત સારી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ હેઠળ આવતા મેલેરિયા વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ મચ્છરના બ્રિડીંગ શોધી અને મોટી મોટી સાઈટો અને હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યને 2022 સુધીમાં મેલેરિયા મુક્ત બનાવવા માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. શહેરમાં એક સાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો હોવાથી વાયરલના કિસ્સાઓમાં વધારો થયો છે. જેને પગલે અમદાવાદના મેયર બિજલ પટેલ વાયરલ ઈન્ફેક્શનનો ભોગ બની ગયા હતા.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી