માનહાનિ કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીને આપી રાહત

માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અમદાવાદ મેટ્રો કોર્ટે મોટી રાહત આપી છે. રાહુલ ગાંધીને દર મુદ્દતે હાજર રહેવામાંથી મુક્તિ આપી છે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ દરેક મુદ્દતે હાજર રહેવા માંથી મુક્તિ મળે તે માટે અરજી કરી. આ અરજીને કોર્ટે મજૂર કરી. જોકે જરૂર લાગે તો કોર્ટમાં હાજર રહેવુ પડશે તેમ પણ કોર્ટે કહ્યુ છે.

જણાવી દઇએ, નોટબંધી દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ આક્ષેપ લગાવ્યો હતો કે એડીસી બેંકે પાંચ દિવસમાં 745 કરોડ રૂપિયાની રોકડ બદલી હતી. જે બાદ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યુ હતુ. રાહુલ ગાંધી અને સુરજેવાલાના નિવેદન બાદ અમદાવાદ જિલ્લા કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન અજય પટેલે રાહુલ ગાંધી અને પ્રવક્તા સુરજેવાલા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બંને નેતાઓ સામે એડીસી બેન્કની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આરોપમાં અપરાધિક માનહાનિનો મામલો દાખલ કર્યો હતો.

શું છે મામલો

નોટબંધી દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું હતું કે એડીસી બેંકે પાંચ દિવસમાં 745 કરોડ રૂપિયાની રોકડ બદલી હતી. સુરજેવાલાએ એવો દાવો પણ કર્યો હતો કે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલ ભાજપ અધ્યક્ષ અમિત શાહની ખુબ નજીક છે. જે દિવસે સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને બેન્ક પર આરોપ લગાવ્યો હતો, એ દિવસે રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને અમિત શાહ પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે અમદાવાદ જિલ્લા સહકારી બેન્કના નિદેશક, અમિત શાહજીને અભિનંદન. આપની બેંકે જૂની નોટો બદલીને નવી કરવામાં બાજી મારી લીધી છે. પાંચ દિવસમાં 750 કરોડની રોકડ બદલવામાં આવી છે.

બેંકે કર્યો હતો માનહાનિનો કેસ

રાહુલ ગાંધી અને સુરજેવાલાના નિવેદન બાદ અમદાવાદ જિલ્લા કો-ઓપરેટીવ (એડીસી) બેન્કના ચેરમેન અજય પટેલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી પ્રવક્તા સુરજેવાલા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બંને સામે એડીસી બેન્કની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આરોપમાં અપરાધિક માનહાનિનો મામલો દાખલ કર્યો હતો. બેંકે કોર્ટમાં સીડી અને ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરતા કહ્યું હતું કે, બંને કોંગ્રેસી નેતાઓ તરફથી આપવામાં આવેલા નિવેદનો ખોટા હતા, કારણ કે બેંકે આટલી મોટી રકમ બદલી જ નથી.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર