અમદાવાદ : માનવતાના મસીહાસમાન મધર ટેરેસાની ૧૦૯મી જન્મ જયંતિ ઉજવાઈ

ભારત રત્ન મધર ટેરેસાની 109મી જન્મ જયંતી નિમિત્તે ઇટાલિયન બેકરી પાસે ભદ્ર ખાતે આવેલ મધર ટેરેસાની પ્રતિમાને આજે ૨૬ઓગસ્ટના રોજ સવારે સાડા દસ કલાકે પુષ્પાંજલી અર્પણ કરી કેક કાપી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. એમ ખ્રિસ્તી સમાજના અગ્રણી અને ગુજરાત કોંગ્રસના મંત્રી જ્યોર્જ ડાયસએ જણાવ્યું હતું,

મધર ટેરેસાનો પરિચય, બાળપણથી જ ટેરેસા સ્વભાવે ધાર્મિક હતા .18 વર્ષની ઉંમરે તેમણે લોરેટોની સિસ્ટરો સાથે જોડાવા અને મિશનરી બનવા માટે ઘર છોડ્યું. ત્યારબાદ તેઓ કદી પોતાની માતા કે બહેનને મળવા માટે પાછા ફર્યાં નહોતા. ટેરેસા ભારતીય નાગરિકત્વ ધરાવતાં એક આલ્બેનિયન રોમન કૅથલિક ન હતાં.

તેઓ 1929મા ભારત આવ્યા અને સેવાકિય પ્રવૃત્તિની શરૂઆત દાર્જીલિંગથી કરી હતી. 1950માં તેમણે ભારતના કલકત્તામાં ઠેકઠેકાણે ચૅરિટી મિશનરિઝની સ્થાપ્ના કરી હતી. સળંગ 45 વર્ષ સુધી તેમણે ગરીબ માંદા અનાથ અને મરણમથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચૅરિટી મિશનરિઝના વિસ્તર્ણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતુ. 1951મા તેમને ભારતીય નાગરીકત્વ પ્રાપ્ત થયુ હતુ. 1979ના સમયમાં તેમને નોબલ પારિતોષિક આપવામા આવ્યુ હતુ.

ભારત સરકારે 1962માં મધર ટેરેસાને પહ્મશ્રી એનાયત કરીને તેમનું પહેલવહેલું બહુમાન કર્યું હતું. એ પછીના દાયકાઓમાં પણ તેમને સતત ભારતીય ઍવોર્ડ એનાયત થતાં રહ્યાં હતાં. 1972માં તેમને આંતરરાષ્ટ્રીય સમજણ માટે જવાહરલાલ નેહરુ એવોર્ડ અને 1980માં ભારતનું સર્વોચ્ચ નાગરિક બહુમાન ભારત રત્ન તેમને એનાયત કરી નવાજવામાં આવ્યા હતા.મધર ટેરાસાની અનેક વ્યકતીઓ સરકારો અને સંગઠનોએ તેમની પ્રવૃતિની ખાસ પ્રશંસા કરી તેમને બિરદાવ્યા હતા તેમની આ માનવતા લક્ષીપ્રવૃતિ કરવા છતા ક્યારેક તેમણે વિવિધ પ્રકારની ટીકા-ટિપ્પણીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. તેમને વધુમાં કહ્યું કે, જન્મ જયંતિને “નફરત છોડો…..માનવ જોડો”તરીકે ઉજવવામાં આવી હતી.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી