September 19, 2020
September 19, 2020

અમદાવાદ : હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમીને પામવા પત્નીએ કરાઇ પતિની હત્યા

પત્નીએ પ્રેમી સાથે મળીને સોપારી આપી પતિની કરાવી ઘાતકી હત્યા

શહેરના એસજી હાઇવે વિસ્તારમાં એક યુવાની હથિયારોથી ઘાતકી હત્યા કરેલી હાલાતમાં લાશ મળી આવી હતી. મૃતક પ્રમોદ પટેલ કામ પરથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન એસ.જી હાઇવે પાસે હત્યારોએ બેરહેમીપૂર્વક ઘાતકી હત્યા કરી, લૂંટ ચલાવી હતી. આ મામલે પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતકની પત્નીએ પ્રેમી સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પત્નીના પ્રેમીએ પ્રમોદની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. આ મામલે પ્રેમીએ 5 લાખની સોપારી આપી હત્યા કરી હોવાની વાત પણ સામે આવી છે. આ મામલે પોલીસે કાતિલ પત્ની કિંજલ પટેલ છે, અને તેના પ્રેમી અમરત રબારીની ધરપકડ કરી છે.

ઘટનાની વિગત મુજબ, મૃતક પ્રમોદ પટેલ કામ પરથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન એસ.જી હાઇવે પાસે હત્યારોએ બેરહેમીપૂર્વક ઘાતકી હત્યા આવી છે. અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક પ્રમોદની હત્યા કરેલ લાશ મળી આવી ત્યાંથી 100 મીટર અંતરે એક ફાર્મ હાઉસમાં નર્સરી તરીકે નોકરી કરતો હતો.

વહેલી સવારે ફાર્મ હાઉસના માલિકે પ્રમોદની લોહી લુહાણ હાલત લાશ જોતા પોલીસ જાણ કરી હતી. મૃતક પ્રમોદ પટેલની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ મૃતક પ્રમોદના માથા અને ગળાના ભાગે ઉપરા છાપરી તીક્ષ્ણ હત્યારાના ધા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.

આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. માણેકબાગ પ્રણવ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રમોદ પટેલની હત્યા થઇ તે રાતે તે રોડ ઉપર એક શંકાસ્પદ કાર સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

જ્યારે બીજી બાજુ પ્રમોદભાઇ અને તેમના પત્ની કિંજલબહેનની કોલ ડિટેઈલ પોલીસે ચેક કર્યા હતા. જેમાં કિંજલબહેને પ્રમોદભાઈ કરતાં પણ વધારે અમરતભાઇ ગોબરભાઇ રબારી નામના માણસ સાથે વાત કરતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેથી પોલીસે અમરતભાઇની અટક કરી પૂછપરછ કરતા તેણે કિંજલના કહેવાથી તેના મિત્ર સુરેશ સહિતના સાથે મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કિંજલના પ્રેમી એવા અમરતનો જૂનો મિત્ર સુરેશ રાજસ્થાનનો રહેવાસી છે અને તેને પ્રમોદની હત્યા માટે રૂપિયા 5 લાખની સોપારી આપી હતી. પ્રમોદે ઘટનાના દિવસે પત્નીને જાણ કરી હતી કે તેને ઘરે આવતા વાર લાગશે. આ વાત કિંજલે તેના પ્રેમી અમરતને કહી દીધી અને અમરત પોતાના મિત્ર સુરેશ અને અન્ય વ્યક્તિને લઈ અમદાવાદ આવ્યો, જ્યાં તેઓ પ્રમોદની રાહ જોઈ રહ્યા હતા. પ્રમોદ નોકરીથી ઘરે જવા નીકળ્યો ત્યારે ત્રણેય આરોપીએ ભેગા થઈને તેની હત્યા કરી ભાગી ગયા હતા. ત્યારબાદ અમરતે કિંજલને કામ પતી ગયા હોવાની વાત કરી અને કિંજલે પ્લાન મુજબ પતિને ફોન કરવા લાગી. કિંજલે પતિ પ્રમોદના સગાને ફોન કરી જણાવ્યું કે પ્રમોદ હજુ ઘરે આવ્યા નથી.

હત્યા બાદ પત્નીએ પોલીસને એવી તો અવડા રવાડે ચઢાવી કે હત્યાના મુખ્ય તારણ સુધી પહોંચવુ ઘણુ અઘરુ હતુ પરંતુ પોલીસે તપાસમાં આખરે હત્યા કેમ કરાઈ અને કોણે કરી તે જાણી જ લીધુ હતુ. હાલમાં આ કેસમાં પોલીસે કુલ બે વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપીની ધરપકડ બાકી છે.

 236 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર