September 28, 2020
September 28, 2020

અમદાવાદ : નિકોલ વિસ્તારમાં હત્યા, વિકલાંક યુવકને મોતને ઘાટ ઉતારી લાશ જમીનમાં દાટી

 વિકલાંગ યુવાનની હત્યા કરીને તેનો મૃતદેહ જમીનમાં દાટી આરોપી ફરાર

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. નિકોલ વિસ્તારમાં એક વિકલાંગ યુવકની હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી હતી. હાલ આ મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, નિકોલ મનમોહન ચાર રસ્તા પાસે રહેતા મંગા ભાઇ પટ્ટણીની કોઇ અજાણ્યા શખ્સોએ બેરહેમીથી માર મારી હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી હતી. યુવકની માતા રૂપાબેન પટ્ટણીએ પોલીસ ફરિયાદમાં જણ3ાવ્યું હતું કે, ગત મોડી સાંજે તેઓ ઘરે હાજર હતા તે દરમિયાન તેમના પુત્ર મંગાનો મિત્ર કમળ ઉર્ફે કાળુ મારવાડી આવ્યો હતો. કાળુ તેના પુત્રને ચાલ આપણે બહાર જઈને આવીએ એમ કહીને લઇ ગયો હતો. જોકે, મોડી રાત સુધી મંગો ઘરે ન આવતા અંતે પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન એક મકાનની પાછળ આવેલી શ્યામવેદ રેસિડેન્સીના ખુલ્લા મેદાનમાં મંગાની થ્રીવ્હીલર સાઇકલ ઊંઘી પડેલી હાલતમાં જોવા મળી હતી. જેથી પરીવારના સભ્યો ત્યાં પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પુષ્કળ પ્રમાણમાં લોહી પણ જોવા મળ્યું હતું. અહીં કોઈની લાશ જમીનમાં દાટી હોવાની શંકા જતા તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ લાશ મંગાની છે. મંગાના માથા તેમજ મોઢાના ભાગે બોથડ પદાર્થ મારી તેની હત્યા કરવામાં આવી છે. મંગાની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. આ મામલે પોલીસે કમલ મારવાડી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર