September 28, 2020
September 28, 2020

અમદાવાદ : નિકોલમાં વિકલાંગ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્ર જ બન્યો હતો જાની દુશ્મન

દુશ્મન ન કરે દોસ્ત ને વો કામ કિયા હૈ..! મિત્ર જ નિકળ્યો કાતિલ

અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા નિકોલ વિસ્તારમાં થયેલી એક વિકલાંગ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં મિત્રએ જ ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યા બાદ યુવકની લાશ જમીનમાં દાટી દીધી હતી. જો કે પોલીસે સઘન તપાસમાં મિત્રએ જ નજીવી બાબતમાં મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

નિકોલ મનમોહન ચાર રસ્તા પાસે રહેતા મંગા પટ્ટણીની કોઇ અજાણ્યા શખ્સોએ બેરહેમીથી માર મારી હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી હતી. યુવકની માતા રૂપાબેન પટ્ટણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત મોડી સાંજે તેઓ ઘરે હાજર હતા તે દરમિયાન તેમના પુત્ર મંગાનો મિત્ર કમળ ઉર્ફે કાળુ મારવાડી આવ્યો હતો. કાળુ તેના પુત્રને ચાલ આપણે બહાર જઈને આવીએ એમ કહીને લઇ ગયો હતો. જોકે, મોડી રાત સુધી મંગો ઘરે ન આવતા અંતે પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી.

ત્યારે એક મકાનની પાછળ આવેલી શ્યામવેદ રેસિડેન્સીના ખુલ્લા મેદાનમાં મંગાની થ્રીવ્હીલર સાઇકલ ઊંઘી પડેલી હાલતમાં જોવા મળી હતી. જેથી પરીવારના સભ્યો ત્યાં પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પુષ્કળ પ્રમાણમાં લોહી પણ જોવા મળ્યું હતું. અહીં કોઈની લાશ જમીનમાં દાટી હોવાની શંકા જતા તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ લાશ મંગાની છે. મંગાના માથા તેમજ મોઢાના ભાગે બોથડ પદાર્થ મારી તેની હત્યા કરવામાં આવી હતી.

આ હત્યા બીજા કોઈએ નહીં પણ તેના જ મિત્ર કાળું મારવાડીએ કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક મગો પટણી અને આરોપી કાલુ મારવાડી બંને મનોહર ચાર રસ્તા પાસે રહેતા હતા. અને છેલ્લા ઘણા સમયથી બંને પરિચિત હોવાથી મિત્રો હતા. જોકે આ મિત્રતા જ જાનની દુશ્મન બની બુધવારે રાત્રે કાલુ મારવાડી મંગા પટનીને ચક્કર મારવાનું કહીને નીકળ્યો હતો. બંને મનોહર વિલા પાસે ખુલા મેદાનમાં બેસ્યા હતા.

મંગા પટની દારૂના નશાની હાલતમાં હોવાથી તેના મિત્ર કાલુ મારવાડીને બીભત્સ ગાળો આપી હતી આજ વાતને લઈને કાળું અને મગા પટની વચ્ચે ઝઘડો થયો હતો. ઉશેકરાઈ જઈને કાલુ મારવાડી એ મગા પટનીને માથાના ભાગે પથ્થરના ઘા મારી તેની હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હતી. 

હાલ આ મામલે પોલીસે હત્યારો મિત્ર કાલુ મારવાડીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 169 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર