September 24, 2020
September 24, 2020

અમદાવાદ : લગ્નની લાલચ આપી નરાધમે સગીરાને બનાવી હવસનો શિકાર

યુવક સગીરાને ધમકી આપી હોટલમાં બોલાવી અવાર નવાર દુષ્કર્મ આચરતો

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં લગ્નની લાલચ આપી અવાર નવાર ધાક ધમકી આપી સગીર સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. ફરિયાદમાં સગીરા જણાવ્યું છે કે, સાથે નોકરી કરતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકના લગ્ન થયા બાદ છૂટાછેડા આપ્યા હોવાની યુવતીને વાત કરી હતી. અને સગીરા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ લગ્નની લાલચ આપી યુવક અવાર નવાર સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાધતો હતો. એટલું જ સગીરાના બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતો હતો.

ઘટનાની વિગત મુજબ, વાડજ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા સોલા ખાતે રોજ રીક્ષામાં નોકરી જતી હતી. આ દરમિયાન તેની સાથે કામ કરતા હાલ નિકોલમાં રહેતા સંદિપ જૈન સાથે મુલાકાત થઇ હતી. મુલાકાત બાદ બન્નેની નિકટતા વધતી ગઇ. સગીરા રોજ રીક્ષા આવતી હોવાથી સંદિપે એક દિવસ તેની સાથે આવવા માટે ઓફર કરી, સાથે એમ પણ કહ્યું કે રોજ તારૂ ભાડુ બચી જશે. સગીરા પણ ભાડું બચાવવાના ચક્કરમાં યુવક સાથે રોજ આવતી જતી હતી. અને બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

બન્ને વચ્ચે આંખ મળી જતાં એક દિવસ સંદિપે સગીરા સામે લગ્નની ઓફર કરી હતી. સંદિપે પોતે લગ્ન કરી ચૂક્યો હોવાની પણ વાત સ્વીકારી હતી. જો કે તેને છુટાછેડા આપી દીધા હતા. આ વાત પર સંદિપે સગીરાને લલચાવી હવસનો શિકાર બનાવી હતી.

આમ લગ્નની લાલચ આપી યુવક આ સગીરાને મહેમદાવાદ ખાતે હોટલમાં લઈ જતો અને ત્યાં તેની પર બળાત્કાર ગુજારતો હતો. વારંવાર તે આ જ હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધી સગીરા ને ધમકી આપતો હતો.

આરોપી સંદિપ અવાર નવાર ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરાને હોટલમાં બોલાવી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારતો હતો. જો કે યુવકના ત્રાસ કંટાળીને સગીરાએ હિંમત દાખવી નરાધમ સંદિપ વિરૂદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. હાલ આ મામલે પોલીસે સગીરાનું નિવેદન નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

 72 ,  1