અમદાવાદ : નિકોલમાં ભોજલધામ બિલ્ડીંગમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભોજલધામ નામની બિલ્ડીંગમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.અમદાવાદમાં એક અઠવાડીયામાં બીજી મોટી દુર્ઘટના બની છે. મનમોહન ભોજલધામ પાસે નિર્માણાધીન અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા 6 લોકો દટાયા હતા. 7થી વધુ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચી જવાનોએ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. . જ્યારે અન્ય દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો છે. 6 મજૂરોને બચાવી લેવાયા છે. હજુ કેટલાક લોકો દટાયા છે.

મનમોહન ભોજલધામ પાસે નિર્માણાધીન અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા 6 લોકો દટાયા હતા. ત્યાર બાદ તેમને ફાયર વિભાગના જવાનોએ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનામાં બીજા 2 લોકો અંદર હોવાની શક્યતા છે. અત્યારે ફાયર બ્રિગેડના જવાનો બચાવ કાર્ય કરી રહ્યા છે. આ અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે જણાવ્યું હતું કે, ઈમારત નહીં પણ અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી