September 19, 2020
September 19, 2020

અમદાવાદ : એક કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું, ASI સહિત પાંચની ધરપકડ

મુખ્ય આરોપી શહેઝાદ ધારાસભાની ચૂંટણીમાં હતો ઉમેદવાર, ASIને સાથે રાખી કરતો ડ્રગ્સની ડિલિવરી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે એક મોટું ઓપરેશન પાર પાડીને રૂપિયા 1 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે એક પોલીસકર્મી સહિત 5 ડ્રગ્સ માફિયાઓને ઝડપી લીધા છે. કાઈમ બ્રાન્ચના ઓપરેશનમાં મોટી સફળતા મળી છે.

ડ્રગ્સની હેરાફેરીમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ASI ફિરોઝ નામનો પોલીસ કર્મચારી પણ સામેલ હોવાનું સામે આવતાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. આરોપી ASI ડ્રગ્સ ડીલરોની સાથે રહેતો એ દરમિયાન ડ્રગ્સની ડિલિવરી કરાતી હતી.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, અગાઉ MD ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા શહેજાદ તેજાબવાલા અને કેટલાક શખસો અમદાવાદમાં કરોડો રૂપિયાના MD ડ્રગ્સની હેરાફેરી કરવાના છે, જેથી CTM વિસ્તારમાં વોચ ગોઠવી હતી. બાતમીના આધારે સીટીએમ પાસેથી 5 શખ્સોની ડ્રગ્સ સાથે અટકાયત કરી હતી.

ઝડપાયેલો આરોપી શહેજાદ અગાઉ 2019માં ક્રાઈમ બ્રાન્ચના હાથે જ ડ્રગ્સ કેસમાં ઝડપાઈ ચૂક્યો હતો. શહેજાદ 2017ની વિધાનસભાની ચૂંટણી પણ લડ્યો હતો. જોકે તેની હાર થઇ હતી. ડ્રગ્સની હેરાફેરી માટે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ASI ફિરોઝની મદદ લેતો હતો.

હાલ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે પાંચ લોકોની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે આ ડ્રગ્સ અમદાવાદમાં કોને આપવાનું હતુ અને ક્યાંથી લાવવામાં આવ્યુ હતુ. તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 411 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર