September 23, 2020
September 23, 2020

અમદાવાદ : ‘ઓય જાનેમન..’ કહી રસ્તામાં યુવતીની છેડતી કરનાર સડકછાપ રોમિયોની ધરપકડ

 ધોળે દિવસે યુવતીની છેડતી, મદદે આવેલા યુવક પર બદમાશોએ ચાકુથી કર્યો હુમલો

અમદાવાદમાં બદમાશોને જાણે પોલીસનો ડર જ ના હોય તે બેખોફ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં યુવતીઓની સલામતીને લઇ પ્રશ્નો ઉભા થયા છે. અવાર નવાર શહેરમાં છેડતી, બળાત્કારની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક યુવતીની જાહેરમાં છેડતીની ઘટના સામે આવી છે. એટલું જ નહીં યુવતીની છેડતી કરતા અટકાવતા યુવક પર પણ બમદમાશોએ ચાકુથી હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે એક સડકછાપ રોમિયોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે બદમાશો ફરાર થઇ ગયા હતા.

ગોમતીપુરમાં રહેતી 28 વર્ષીય યુવતી એક્ટિવા લઇને નોકરીએ જતી હતી તે દરમિયાન ત્રણ શખ્સો બાજુમાંથી પસાર થયા હતા. તે સમયે આ યુવાનો ‘ઓયે જાનુ જાનેમન કયા જાય’ તેમ કહી બીભત્સ કોમેન્ટ કરી છેડતી કરી હતી.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું, એક્ટિવા લઇ નોકરી જવા નકળી હતી ત્યારે બાપુનગર વિસ્તારમાં પ્રકાશ પેટ્રોલ પંપ નજીક એક્વિવા પર ત્રણ બદમાશોએ પીછો કરી છેડતી કરી હતી. જેમાં એક બદમાશે ચાલું એક્ટિવામાં છેડતી કરતા ”ઓય જાનુ જાનેમન ક્યાં જાય..” કહી બિભત્સ ગાળો તેમજ ગંદા ઇશારા કર્યા હતા. યુવતીએ હિંમત કરી આગળ આવો તમને બતાવું તેમ કહ્યું હતું. ત્યાર બાદ બદમાશોએ યુવતીનો પીછો કરી વિવેકાનંદ એસ્ટેટ દરવાજા નજીક આંતરી ‘તું ક્યા કર લેગી’ કહી તેની સાથે બબાલ કરી ધમકી આપી હતી.

આ દરમિયાન યુવતીના સંબંધી આવી ગયા હતા. ત્યારે બદમાશોએ યુવતીના સંબંધી સાથે માર મારી કરી હતી. જેમાં એક બદમાશે યુવતીના સગાને ચાકુથી હુમલા કરતા, ચાકુ હાથમાં વાગી જતા ઇજાગ્રસ્ત થયા હતા. તો બીજી તરફ આજુબાજુના લોકો તેમજ પોલીસ આવી જતા, આરોપીઓ ભાગવા લાગ્યા હતા. જેમાં એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે ભાગી જવામાં સફળ થયા હતા.

ગોમતીપુર પોલીસે બાપુનગરના પ્રકાશ લીંબોડાની ધરપકડ કરી છે. જો કે, હાલ તો ફરાર બે આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે. રાજ્યમાં મહિલાઓની સલામતીની વાતો પોકળ સાબિત થઇ છે. ધોળે દિવસે છેડતીના બનાવ બની રહ્યા છે. ત્યારે મહિલાઓની સુરક્ષા રામભરોસે જ છે તે કહેવું ખોટું નથી.

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર