31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું

31 ડિસેમ્બરે કોઇ નિયમ ભંગ કરશે તો ગુનો નોંધાશે,  રાત્રિ કર્ફ્યૂ યથાવત્

અમદાવાદમાં આ વખતે 31મી ડિસેમ્બરની ઉજવણીના રંગમાં ભંગ પડયો છે આ અંગે પોલીસે મોટી જાહેરાત કરી છે અને રાત્રી કર્ફ્યૂને યથાવત રાખ્યો છે. 2020નું વર્ષ હવે વિદાઇ લેવા જઈ રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ દર વર્ષની જેમ નવા વર્ષને આવકારવા માટે યોજાતી પાર્ટીઓ આ વર્ષે યોજવી કપરી બની જશે. કારણ કે, સરકારે રાત્રી કરફ્યૂ લગાવ્યું છે તેની અમલવારી 31 ડિસેમ્બરના દિવસે પણ ચાલું રાખવામાં આવશે.

ત્યારે આ વર્ષે 31મી ડિસેમ્બરનું આયોજન કરી શકાશે નહીં. બધાએ ઘરમાં જ રહીને નવા વર્ષની ઉજવણી કરવી પડશે. 31મી ડિસેમ્બરનું જે પણ આયોજન કરવું હોય તેમણે કોવિડ ગાઇડલાઇન મુજબ કરવાનું રહેશે તેમ કંટ્રોલ રૂમના ડીસીપી હર્ષદ પટેલે કહ્યું. હાલ અમદાવાદમાં રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહે છે તે યથાવત રહેશે. તમામ લોકોએ આ નિયમનું પાલન કરવું પડશે.

અમદાવાદ પોલીસે આ અંગે જાહેરાત કરી છે અને કહ્યું છે કે, 31 ડિસેમ્બરે કોઈ નિયમ ભંગ કરશે તો તેમની સામે ફરિયાદ નોંધવામાં આવશે. 9 વાગ્યા પહેલા 31 ડિસેમ્બરની ઉજવણી કરી શકાશે. 31 ડિસેમ્બરના રોજ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરવામાં આવશે અને દારૂડિયાઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના લીધે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં રાત્રિ દરમ્યાન કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. હાલ આ નિર્ણય અમદાવાદ માટે લેવાયો છે. આવનારા દિવસોમાં આ નિર્ણય બાકીના શહેરો માટે પણ લેવાય તો નવાઇ નહીં.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં 1175 નવા કેસ સાથે કોરોનાનો કુલ આંકડો 2,27,683 પર પહોંચ્યો છે. કોવિડ-19થી 11 વધુ દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4171 થઇ ગઇ. તો હાલ 13,298 એક્ટિવ કેસ છે. જેમાંથી 65 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

 97 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર