તહેવારોને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

જાહેરનામાં અન્વયે કોમ્પ્લેક્સ, જવેલર્સ સહિત ચાર રસ્તા પર સીસીટીવી ફરજિયાત રાખવા આદેશ

આગામી દિવસમાં નવરાત્રી-દિવાળી તહેવાર લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. જે પાછળનું કારણ તહેવાર સમયમાં આતંકી હુમલાનું ગુપ્તચર સંસ્થાઓ દ્વારા એલર્ટ અપાયું છે. જાહેરનામાં અન્વયે કોમ્પ્લેક્સ, જવેલર્સ સહિત ચાર રસ્તા પર સીસીટીવી ફરજિયાત રાખવા આદેશ કરાયો છે. સાથે જ શોપિંગ મોલ્સ, મલ્ટિપ્લેક્સ થિયેટર, થ્રી સ્ટારથી ઉપરની હોટેલોમાં સીસીટીવી અને સિક્યોરિટી ફરજિયાત કરાયું છે તથા પાર્કિંગ, ભોંયરા, તમામ માળ પર સીસીટીવી રાખવા આદેશ કરાયો છે. આ સાથે જ રેસ્ટોરાં, ગેસ્ટહાઉસ, ધર્મશાળા, પેટ્રોલ પંપ, ટોલપ્લાઝા પર સીસીટીવી રેકોર્ડિંગ 15 દિવસ સુધી સાચવી રાખવાનો પણ આદેશ કરાયો છે.

કોરોના મહામારીને લઇ આ વખતે રાજ્યમાં નવરાત્રી મહોત્સવ નહીં યોજાય. રાજય સરકારે કરેલી જાહેરાત બાદ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નવરાત્રી અને દશેરાને અનુલક્ષીને આમ જનતા માટે ખાસ માર્ગદર્શીકા જાહેર કરી છે. તે પ્રમાણે અમદાવાદમાં જાહેર કે શેરી ગરબા સહીત કોઈ પણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. કાર્યક્રમનો સમય 1 કલાકનો નિર્ધારીત રાખ્યો છે.

તેવી રીતે વડોદરામાં પણ પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન પ્રમાણે સ્પેશિયલ બ્રાન્ચના એ.સી.પી. તેજલ પટેલે જણાવ્યુ છે કે, તા. 17મી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. તા.25મીએ દશેરા છે. કોરોના વાઈરસે ફેલાવેલી મહામારીના કારણે વડોદરા શહેરમાં જાહેર કે શેરી સહીત કોઈ પણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં.

પોલીસ તંત્રની પૂર્વ મંજુરી વગર જાહેરમાં ગરબી કે મૂર્તિની સ્થાપના કરીને માતાજીની પ્રતિમાની સ્થાપના કે આરતી કરી શકાશે નહી. કાર્યક્રમમાં ફોટોગ્રાફ અથવા મૂર્તિના ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય, પૂજા – આરતીમાં વધુમાં વધુ 200 વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહીં. કાર્યક્રમનો સમય 1 કલાક સુધીનો રહેશે.

 63 ,  1